Posts

Showing posts from December, 2015

Story - Father and Son

Father and son went to a temple. Suddenly, the son shouted after seeing the pillars of lions at the entrance of the temple, “Run dad, or those lions will eat us”. Dad consoled him saying, “They are just statues. They won’t harm us”. Son replied, “If those lion statues won’t harm us then how could statues of god give us blessings?” Father was stunned at this question. (- Forwarded message)   After a while the father replied, “The blessings or the fear – both are in our beliefs and not in the statues, my dear. You wanted to run away believing that the lion statues can kill you. I come to god statues believing that they will help me deal with my problems. I choose to believe only in those beliefs that make me feel better and stronger”.

Story - Reservation (અનામત)

Mayur Trivedi · Friday, 6 November 2015 21 reads એક ઘર હતું. એમાં બે બેબી રહેતા હતાં. એક સરસ મજાનું ગોલુંપોલું હસતું રમતું બેબી હતું. આ ગોલુંપોલું ને જોઈને એના મમ્મી-પપ્પાને બહુ મજા પડતી કારણ કે એ હંમેશા ખુશ રહેતું, હસતું અને હસાવતું રહેતું. અને બીજું બેબી થોડું પાતળું હતું, બીમાર રહેતું હતું અને એટલે રડ્યા કરતુ હતું. મમ્મી-પપ્પાને આ બીજા બેબીને વધારે સમય આપવો પડતો, અને એની વધારે કાળજી લેવી પડતી હતી.    ધીરેધીરે બંને બેબીઓ મોટા થવા માંડ્યા. ગોલુંપોલું વધારે તંદુરસ્ત અને ખુશખુશાલ રહેતો, ફ્રેન્ડ્સ સાથે પાર્કમાં રમતો, અને ખુબ મજા કરતો. ઘરે આવીને અવનવી વાતો કરતો અને બધાને મજા કરાવતો. પેલું બીજું બેબી પણ મોટું થઇ ગયું; પણ એ નાનપણની બીમારીને લીધે વધારે નબળું અને બીમાર જ રહ્યું. મોટાભાગનો સમય એ ઘરમાં જ રહેતો અને એટલે એના બહુ ફ્રેન્ડ્સ પણ નહોતાં બન્યા. મમ્મા-પપ્પા નાનપણની જેમ જ વર્ષોથી એની સાથે વધારે રહેતાં, એને વધારે ધ્યાન આપતાં અને વધારે કાળજી લેતાં.   ગોલુંપોલુંને આ વાત હવે ખટકવા લાગી. એક દિવસ એણે મમ્મા-પપ્પાને પૂછી જ લીધું, ‘તમને લોકોને હું ગમું છું, ને?, ‘હા', મમ્મા-પપ્પા ...

Story - Hundi (હુંડી)

દાદા હાંફળા ફાંફળા થઈને સામાન પેક કરતા હતા. વર્ષોની આદત હતી – પોતાનું કામ જાતે જ કરવાની. આખો દિવસ સમાન ભેગો કરવામાં ગયો અને હવે સાંજે પેકિંગ. વહેલી સવારની ફ્લાઈટમાં જાત્રા કરવા જવાનું હતું. નાનો પૌત્ર સાથે સુવાની રાહમાં તેનાથી થઇ શકે એટલી મદદ કરતો હતો. નાની-મોટી વસ્તુઓ પેક થતી જતી હતી. બહાર પહેરવાના કપડા , રાત્રે સુવાના કપડા , ઊનના ગરમ કપડા , ટુવાલ , હાથ રૂમાલ , હાથના મોજા , પગના મોજા , વાંદરા ટોપી વગેરે. દાંતિયો , સાબુ , કપડા ધોવાનો પાવડર , રૂમને મારવાનું તાળું ચાવી , વગેરે. દવાની ફાઈલ , દવા , વધારાની દવા , ચશ્માં અને વધારાનાં ચશ્માં અને બંનેના ડબ્બા વગેરે. નાસ્તાની થેલીમાં ખાવાનો સુકો નાસ્તો , ગરમ થેપલા , યાત્રાધામે મદદરૂપ થાય તેને આપવાની ભેટના નાસ્તાના પેકેટ , મુખવાસ , ચારી , ચમચી , પાણીની બોટલ વગેરે. સગાવ્હાલા અને મિત્રોના ફોન નંબર અને સરનામાં લખેલી ડાયરીની બે કોપીઓ – એક સમાન માં અને બીજી ખિસ્સામાં. જે શહેરમાં જવાના હતા તે શહેરમાં રહેતા લોકોના નામ-સરનામાં-નંબર પાછા અલગથી એક કાગળમાં લખેલા જે શર્ટના ખિસ્સામાં રાખવાનું. આ બધું ગોઠવતાં-ગોઠવતાં દાદા પૌત્રને વસ્તુઓની જરૂરિયાત અને આયોજનનુ...