Story - Hundi (હુંડી)









દાદા હાંફળા ફાંફળા થઈને સામાન પેક કરતા હતા. વર્ષોની આદત હતી
પોતાનું કામ જાતે જ કરવાની. આખો દિવસ સમાન
ભેગો કરવામાં ગયો અને હવે સાંજે પેકિંગ. વહેલી સવારની ફ્લાઈટમાં જાત્રા કરવા
જવાનું હતું. નાનો પૌત્ર સાથે સુવાની રાહમાં તેનાથી થઇ શકે એટલી મદદ કરતો હતો.
નાની-મોટી વસ્તુઓ પેક થતી જતી હતી. બહાર પહેરવાના કપડા
, રાત્રે સુવાના કપડા, ઊનના ગરમ કપડા, ટુવાલ, હાથ રૂમાલ, હાથના
મોજા
, પગના મોજા, વાંદરા ટોપી વગેરે. દાંતિયો, સાબુ, કપડા ધોવાનો પાવડર, રૂમને મારવાનું તાળું ચાવી, વગેરે. દવાની ફાઈલ, દવા, વધારાની
દવા
, ચશ્માં અને વધારાનાં
ચશ્માં અને બંનેના ડબ્બા વગેરે. નાસ્તાની થેલીમાં ખાવાનો સુકો નાસ્તો
, ગરમ થેપલા, યાત્રાધામે મદદરૂપ થાય તેને આપવાની ભેટના
નાસ્તાના પેકેટ
, મુખવાસ,
ચારી, ચમચી, પાણીની બોટલ વગેરે. સગાવ્હાલા અને મિત્રોના ફોન નંબર અને સરનામાં
લખેલી ડાયરીની બે કોપીઓ
એક સમાન માં અને બીજી ખિસ્સામાં. જે શહેરમાં જવાના હતા તે શહેરમાં
રહેતા લોકોના નામ-સરનામાં-નંબર પાછા અલગથી એક કાગળમાં લખેલા જે શર્ટના ખિસ્સામાં
રાખવાનું. આ બધું ગોઠવતાં-ગોઠવતાં દાદા પૌત્રને વસ્તુઓની જરૂરિયાત અને આયોજનનું
મહત્વ સમજાવતા જતા હતા. પૌત્ર માથું હલાવીને નવી વસ્તુ જાણ્યાની ખુશીમાં બીજી
વસ્તુઓ ઉઠાવીને આપતો જતો. ફ્લાઈટની ટીકીટ અને જે હોટેલમાં રહેવાના હતા તેની
વિગતોની પણ બે કોપી કરેલી- ખિસ્સામાં અને સામાનમાં. જે મંદિરમાં મોટી રકમનું દાન
કરવાનું  છે તે દાન કોના નામે અને કોના
તરફથી લખાવવાનું છે તેની વિગતો અંગ્રેજીમાં લખાવી રાખેલી અને તેની પણ બે કોપી
સામાનમાં સાચવીને રાખેલી. શર્ટના ખિસ્સામાં થોડા કોરા કાગળ અને પેન અને પેન ફરતે
વીટાળીને રાખેલા રબર બેન્ડ.
કઈ વસ્તુની ક્યારે જરૂર પડે એ કહેવાય નહિ. બધી જ તૈયારી રાખવી પડે’,
દાદાએ પૌત્રને સમજાવતા કહ્યું. અને છેલ્લો
વારો પૈસાનો.  થોડા થોડા પૈસા ત્રણ-ચાર
સામાનમાં અલગ અલગ જગ્યાએ મુક્યા. થોડા બંડીના ખિસ્સામાં
, થોડા બનીયાનના ખિસ્સામાં, થોડા શર્ટ અને થોડા પેન્ટના ખિસ્સામાં મુક્યા.
બીજા ખિસ્સામાં પાછું પરચુરણ તો ખરું જ. 
પૈસા અને કાગળો ધોઈને સૂકવેલી દૂધની કોથળીઓમાં સંભાળીને મુકેલા હતા. બધું પેકિંગ
થઇ ગયું
, અને ફરીથી ચેક થઇ
ગયું. છેલ્લે કઈ વસ્તુ ક્યાં થેલામાં છે એનું લીસ્ટ બન્યું અને તે લીસ્ટની એક કોપી
ખિસ્સામાં અને બીજી સામાનમાં મૂકી દાદા નિશ્ચિંત થઇ નવરા થયા. 





હવે દાદા શાંતિથી પૌત્રને પાસે સુવાડીને આડા પડ્યા. રોજની આદત મુજબ
આજે પણ સુતા પહેલાની વાર્તા. એટલે દાદાએ ગઈ કાલથી શરુ કરેલી નરસિંહ મહેતાની વાર્તા
શરુ કરી. વાર્તાની વચ્ચે વચ્ચે 
મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી
વાળું ભજન પણ ગઈ સંભળાવ્યું. વાર્તા
સાંભળતા સાંભળતા રોજની આદત મુજબ પૌત્ર નાનાંનાના સવાલો કરતો રહ્યો.
જુનાગઢ ક્યાં આવ્યું? ભાભીએ કેમ કાઢી મુક્યા? ભગવાન કેવા લાગે? ક્યાં મળ્યા? હુંડી એટલે? એ કેમ સ્વીકારાય? કેમ ભગવાને પૈસા મોકલ્યા? વગેરે વગરે. રોજની આદત મુજબ દાદાએ પણ બધા સવાલોના
શાંતિથી જવાબ આપ્યા. હવે દાદાની આંખ મીંચાણી જ હતી ત્યાં વળી પૌત્રએ પૂછ્યું
,
તમે ભગવાનની જાત્રાએ જ જાવ છો ને કાલે?
દાદા: હા. કેમ?’. પૌત્ર: તો તમે કેમ આટલી બધી વસ્તુઓ લઇ જાવ છો?
દાદા: મેં તને કીધું ને, ક્યાં કેવી રીતે કઈ વસ્તુની જરૂર પડે એ કેમ
કહેવાય
? એટલે બધી તૈયારી તો
રાખવી જ પડે
’. પૌત્ર:
પણ, ભગવાન ભરોસે થોડી વસ્તુ ના લઇ જઈએ તો? દાદા અકળાઈ ગયા, ‘એવી બેદરકારી કેમ ચાલે? પૌત્ર: પણ, નરસિંહ મહેતાને તો ભગવાને આટલી બધી મદદ કરેલી ને.
દાદા થોડા વધારે અકળાઈને બોલ્યા
, ‘બેટા, એ સમય
જુદો હતો
, આજનો સમય અલગ છે.
એટલે પૌત્રએ પૂછ્યું
, ‘કેમ
પેલા નરસિંહ મહેતાવાળા ભગવાન આ જમાનામાં હુંડી નથી સ્વીકારતા
??


Comments

Popular posts from this blog

Review - Akoopar

As I leave IIPHG

Thoughts on teaching and learning about Gender and Health