Story - Reservation (અનામત)
એક ઘર હતું. એમાં બે બેબી રહેતા હતાં. એક સરસ મજાનું ગોલુંપોલું હસતું રમતું બેબી હતું. આ ગોલુંપોલું ને જોઈને એના મમ્મી-પપ્પાને બહુ મજા પડતી કારણ કે એ હંમેશા ખુશ રહેતું, હસતું અને હસાવતું રહેતું. અને બીજું બેબી થોડું પાતળું હતું, બીમાર રહેતું હતું અને એટલે રડ્યા કરતુ હતું. મમ્મી-પપ્પાને આ બીજા બેબીને વધારે સમય આપવો પડતો, અને એની વધારે કાળજી લેવી પડતી હતી.
ધીરેધીરે બંને બેબીઓ મોટા થવા માંડ્યા. ગોલુંપોલું વધારે તંદુરસ્ત અને ખુશખુશાલ રહેતો, ફ્રેન્ડ્સ સાથે પાર્કમાં રમતો, અને ખુબ મજા કરતો. ઘરે આવીને અવનવી વાતો કરતો અને બધાને મજા કરાવતો. પેલું બીજું બેબી પણ મોટું થઇ ગયું; પણ એ નાનપણની બીમારીને લીધે વધારે નબળું અને બીમાર જ રહ્યું. મોટાભાગનો સમય એ ઘરમાં જ રહેતો અને એટલે એના બહુ ફ્રેન્ડ્સ પણ નહોતાં બન્યા. મમ્મા-પપ્પા નાનપણની જેમ જ વર્ષોથી એની સાથે વધારે રહેતાં, એને વધારે ધ્યાન આપતાં અને વધારે કાળજી લેતાં.
ગોલુંપોલુંને આ વાત હવે ખટકવા લાગી. એક દિવસ એણે મમ્મા-પપ્પાને પૂછી જ લીધું, ‘તમને લોકોને હું ગમું છું, ને?, ‘હા', મમ્મા-પપ્પા એ કીધું અને પૂછ્યું, ‘કેમ આવું પૂછે છે?’ તો ગોલુંપોલું કહે, ‘નાનપણથી હું જોઉં છું કે મેં તમને ભાઈ કરતાં ઓછાં હેરાન કર્યા છે, તો પણ, તમે હંમેશા અટેન્શન ભાઈ ને જ વધારે આપ્યું છે. મારા કરતાં કાળજી, સંભાળ હંમેશા એની જ વધારે લીધી છે. એ તો મોટાભાગના સમયે બીમાર અને દુખી જ રહ્યો છે અને એણે આ રીતે જોઈને વર્ષોથી તમે પણ દુખી જ થયાં છો. પણ મેં તમને મજા કરાવી છે અને ક્યારેય રડાવ્યા નથી. મને જોઈને, મારે સાથે રમીને તમે હંમેશા ખુશ જ થયા છો. તો પછી, મને કેમ આવો અન્યાય ? જે ખુશી આપે તેને ઓછું અટેન્શન અને જે દુખ આપે, હેરાન કરે એને આટલું બધું વધારે અટેન્શન કેમ?’ નાનપણમાં તો ઠીક કે એને જરૂર હતી, પણ હવે મોટા થઈને આવું કેમ??’
મમ્મા-પપ્પા બિચારા શું જવાબ આપે??
Comments
Post a Comment