ગણતર નળસરોવર ઉજાણીઘર : અનોખી જગ્યાના અનોખા સ્પંદન
ગણતર સંસ્થા સાથેનો મારો સંપર્ક આમ તો પાંચ-છ વરસ જૂનો. પાટડી કેમ્પસ પર મિત્રો અને પરિવાર સાથે અને પછી મારી કોલેજના વિદ્યાર્થીઓ સાથે પણ ગયેલો. આ સંસ્થાના નળસરોવર પાસેના ‘સાને ગુરુજી’ કેમ્પસ પર આ વર્ષે ઘણી વાર જવાનું થયું. એ મુલાકાતો ઉનાળાના દિવસોમાં હતી કારણકે કચ્છથી હિજરત કરીને આવેલા માલધારીઓ માટે અમે સંસ્થા સાથે મળીને સહિયારું કામ કરેલું. આ રવિવારે સુખદેવભાઈ અને નીરુપબેને આપેલા આમંત્રણથી ફરીથી આ સંસ્થાનું નવું રૂપ જોવા મળ્યું. ઉનાળાની મુલાકાતો વખતે આ પરિસર ઘણું સૂકું અને વેરાન લાગેલું. પણ , અત્યારે તો લીલુંછમ અને એમાંય ખૂબ રસપૂર્વક બનાવાયેલું ઉજાણી ઘર. નળસરોવર પહેલા ૬ કીમીએ અણીયારી ગામ પછી ગણતર નું કેમ્પસ. દરવાજામાંથી અંદર આવતા ૧૫-૨૦ ગાડીઓ પાર્ક થઇ શકે એવી વિશાલ જગ્યામાં ગાડીઓ પાર્ક કરીને ગામડાની શૈલીમાં બનાવેલો, કુદરતી રીતે વૃક્ષોથી ઢંકાયેલો એપ્રોચ આ નવી બનાવેલ ઉજાણીઘર તરફ લઇ જાય. રસ્તામાં સેલ્ફી પોઈન્ટ જેવું ભાતીગળ ગાડું, જુનવાણી ઢબનો અરીસો વગેરે મળે એટલે આખા વાતાવરણનો એક અનોખો રસ ઉભો થતો જાય. ઉજાણીઘરની જગ્યામાં માટીની ગાર થી લીપેલું ભોંય તળિયું અને છુટાછવાયા લાંબા, ઊંચા, ...