ગણતર નળસરોવર ઉજાણીઘર : અનોખી જગ્યાના અનોખા સ્પંદન
ગણતર સંસ્થા સાથેનો મારો સંપર્ક આમ તો પાંચ-છ વરસ જૂનો. પાટડી કેમ્પસ પરમિત્રો અને પરિવાર સાથે અને પછી મારી કોલેજના વિદ્યાર્થીઓ સાથે પણ ગયેલો. આ
સંસ્થાના નળસરોવર પાસેના ‘સાને ગુરુજી’ કેમ્પસ પર આ વર્ષે ઘણી વાર જવાનું થયું. એ મુલાકાતો ઉનાળાના દિવસોમાં હતી કારણકે કચ્છથી હિજરત કરીને
આવેલા માલધારીઓ માટે અમે સંસ્થા સાથે મળીને સહિયારું કામ
કરેલું.
આ રવિવારે સુખદેવભાઈ અને નીરુપબેને આપેલા આમંત્રણથી ફરીથી આ સંસ્થાનુંનવું રૂપ જોવા મળ્યું. ઉનાળાની મુલાકાતો વખતે આ પરિસર ઘણું સૂકું અને વેરાન
લાગેલું. પણ, અત્યારે તો લીલુંછમ અને એમાંય ખૂબ રસપૂર્વક બનાવાયેલું
ઉજાણી ઘર.
નળસરોવર પહેલા ૬
કીમીએ અણીયારી ગામ પછી ગણતર નું કેમ્પસ. દરવાજામાંથી અંદર આવતા ૧૫-૨૦ ગાડીઓ પાર્ક
થઇ શકે એવી વિશાલ જગ્યામાં ગાડીઓ પાર્ક કરીને ગામડાની શૈલીમાં બનાવેલો, કુદરતી
રીતે વૃક્ષોથી ઢંકાયેલો એપ્રોચ આ નવી બનાવેલ ઉજાણીઘર તરફ લઇ જાય. રસ્તામાં સેલ્ફી
પોઈન્ટ જેવું ભાતીગળ ગાડું, જુનવાણી ઢબનો અરીસો વગેરે મળે એટલે આખા વાતાવરણનો એક અનોખો
રસ ઉભો થતો જાય.
ઉજાણીઘરની જગ્યામાં માટીની ગાર થી લીપેલું ભોંય તળિયું અને છુટાછવાયા લાંબા, ઊંચા, ઘેઘુર વૃક્ષોનું
હારમાળા. આવા કુદરતી વાતાવરણમાં વિવિધ પ્રકારની બેઠક
વ્યવસ્થાઓ. ગાદલા ઓશિકા વાળા ખાટલાઓ, ભાતીગળ ઢબ ની બેઠકો અને હીંચકાઓ. આ બધાની
વચ્ચે જમવાની બેઠક વ્યવસ્થા. ટેબલ-ખુરશીઓ અને ખાટલા પર
પાટલાં, અને પંગતના પાટલાં પણ ખરાં.
આ બધાની વચ્ચે વચ્ચે સામાજિક-શૈક્ષણિક સંદેશાઓ આપતા રસપ્રદ
કાર્ટૂન મુકેલા છે જે પ્રદુષણ, હવામાન, કુપોષણ વગેરેનો સચોટ સંદેશો નિશબ્દ આપતા રહે. અલગ
અલગ જગ્યાએ બાળપણની યાદ આવી જાય એવી ચોપાટ, ચેસ, ગરિયા, લખોટીઓ જેવી રમતો પણ મળી જાય. રમી ને જમો કે જમીને રમો, પસંદગી આપણી. જયારે
મન થાય ત્યારે તકિયા વાળા ગાદલાના પલંગ પર સુઈ જવાનું કે લીલાછમ ઝાડવાઓમા રહી ચળાઈને
આવતા કૂણાં સૂરજના
તાપને માણવાનો કે થોડું ઊંઘી લેવાનું.
આ બધાની વચ્ચે પટાંગણમાં જ ચૂલા અને ગેસ
બંને વાળુ ખુલ્લું રસોડું. મોટા ભાગના રસોઈ કરવાનાં, પાણી ભરવાના, પીરસવાના, અને ખાવાપીવાના વાસણો માટીના એટલે ઘર અને રેસ્ટોરન્ટ કરતા સાવ અલગ વાતાવરણ લાગે. આજુબાજુના વિસ્તારમાંથી આવતાં સ્ત્રી પુરુષોએ આંખો
સામે જોઈ, માણી અને વખાણી શકાય એવી રીતે રંધાય. રસોઈની સામગ્રી અને રાંધવાની પ્રક્રિયા
બંનેની ગુણવત્તા પારખી અને વખાણી શકાય એ રીતની સગવડ. ટેબલ પર પીરસીને જમવું હોય તો મહેમાનગતિ પણ માણી શકાય અને ફાવે તો રસોડાના ઉભા
કાઉન્ટર પરથી સ્વરૂચી ફાવે એમ લઈને પેટ અને મન ભરીને જમી
શકાય એવી વ્યવસ્થા.
જો
ઈચ્છા હોય તો સંસ્થાના વરસોનાં અનુભવ આધારિત જન કલ્યાણની વાતો પણ થઈ શકે.
આપણને જે મળ્યું છે અને ઘણા લોકોને જે નથી મળ્યું તેની વાતો, વંચિત રહી ગયેલા સમાજની વાતો, એમના માટે શું કરવાની જરૂર છે એની વાતો અને સમાજના સગવડસભર ભાગ જેવા આપણે વંચિત રહી ગયેલા ભાગ માટે શું કરી શકીએ એની વાતો. સહિયારા સપનાઓની વાતો અને એ તરફના
સહિયારા પ્રયત્નોની
વાતો કરવાની, સાંભળવાની,
અને સમજવાની.
*******
હું અને મારા ચાર વિદ્યાર્થીઓ સાથે તા. ૧૭-૧૧-૨૦૧૯ના રોજ આ જગ્યાએ ગયો.
આ સાવ અનોખી જગ્યાના અનોખા સ્પંદનો માણ્યા. ખૂબ મજા કરી. ચોપાટ રમ્યા, લખોટી રમ્યા, ભમરડા
ફેરવવાની કોશિશ પણ કરી. આખું કેમ્પસ ફરીને જોયું અને અલકમલકની વાતો કરી. પેટ અને મન ભરીને જમ્યા. આરામ કર્યો. ગાદલામાં સુતા સુતા લીલા રંગના આકાશને માણ્યું. આખા પરિસરને અને ખાસ કરીને ઉજાણીઘરની વસ્તુઓને માણી. સુખદેવ ભાઈ અને નીરુપાબેન સાથે એમના આ
સાહસની સાથે સાથે આજુબાજુના ગામડાઓમાં આરોગ્ય અને કુપોષણ માટે શું થઇ શકે એની વાતો
કરી. ભવિષ્યમાં વધુ અર્થસભર મુલાકાતો કરીશું એવી આશા સાથે છુટા પડ્યા.

















સારા માં સારી જગ્યા 6 રસોઈ પણ સરસ 6 વાતાવરણ
ReplyDeleteએકદમ સરસ છે કઈક નવું જ સ્વરૂપ છે મસ્ત મજાની જગ્યા 6
ઉજાણી ઘર ની ટીમ નો આભાર.
As per the information received from the authorised person from your side,you no longer want to make the place UJANI GHAR.Instead you want to create such an atmosphere,wherein your children from the village can learn and develop their inteligency thereby promoting intellectual development.The noble ideas are acceptable in otto by us.We appreciate such a move.Regards.
ReplyDelete