આધ્યાત્મિક હોવું કે ધાર્મિક હોવું એ પણ શોખ જ છે.
ભારતીય સંસ્કૃતિમાં પળાતા લગબગ બધા જ ધર્મોમાં આધ્યાત્મનું આગવું અસ્તિત્વ છે. હિંદુ ધર્મમાં, ખાસ કરીને મારી આજુબાજુ પળાતા હિંદુ ધર્મમાં, ‘ધાર્મિક હોવું’ અને ‘અધ્યાત્મિક હોવું’ એ બંનેમાં ફરકને લગભગ કોઈ સ્થાન નથી. અને, આ બંનેમાંથી કંઈપણ ન હોવાની પસંદગીની તો છૂટ જ નથી. એકબાજુ ધર્મ અને આધ્યાત્મિકતા એવું શીખવે કે ઈશ્વર એક છે અને એને અલગ અલગ રસ્તેથી પામી શકાય. જયારે બીજી બાજુ ધાર્મિક કે આધ્યાત્મિક રીતે આગળ પહોચેલા લોકો પોતાની વિચારસરણીથી અલગ હોય તેવા વિચારો કે લોકોનો સહર્દય સ્વીકાર કરી શકતા નથી. મોટાભાગના સામાન્ય લોકો માટે પણ ધાર્મિક ના હોવું કે આદ્યાત્મિક ના હોવું એ એક અઘરો વિકલ્પ હોય છે. પણ, મને લાગે છે કે Spirituality/Religion can be part of life but it certainly cannot be at the hear t of life. આધ્યાત્મિક હોવું એ જીવનનો એક ભાગ છે. વ્યક્તિત્વનો ભાગ છે. એ એક શોખ કે કળા જેવું છે. થોડાઘણા લોકો માટે વ્યવસાય પણ છે , પણ મોટાભાગના લોકો માટે એ આનદ જેવું કૈક મેળવવાનો રસ્તો છે. કોઈ ચિત્રો દોરે , વાજિંત્રો વગાડે , ફોટા પાડે , વાંચે , લખે , નાચે..આ બધું શોખ માટે કરે. એમાં મજા પડે , એ ગમે...