આજની પેઢી






અલગ અલગ રંગની બે-ત્રણ પેનો, પેન્સિલ, રબર,ફુટપટ્ટી અને હોલ-ટીકીટ વચ્ચે જગ્યા ગોતીને ગોઠવાયેલી Ansewr-sheet. સફેદ પાના પર વહેતી રહેતી પેનથી લખાતા જતાં અક્ષરો અને એ અક્ષરોને ઉપજાવતા જતા સતત દોડતા હાથ. નીચું મોઢું નાખીને માહિતી જેવા જ્ઞાનની - કે - જ્ઞાન સમજાતી માહિતીની એંસી મીનીટની ઉલટી. પોસ્ટ-ગ્રેજ્યુએશન લેવેલની પરીક્ષા પણ પહેલા ધોરણથી શરુ કરેલી પદ્ધતિ જેવી જ. આમ કેમ?



અનુસ્નાતક સ્તરનો અભ્યાસ ફક્ત માહિતીની આપ-લે માટેનો ના હોય. એનો હેતુ concept સમજાવવાનો હોય. વર્ષોથી સ્થિર થઇ ગયેલા વિચારોને ઢંઢોળવાનો હોય. સવાલ ઉઠાવવાનો હોય. સહજ રીતે મળતા જવાબો સામે સવાલ ઉઠાવવાનો હોય અને સહજતાથી ના મળતા નવા જવાબો ગોતવાનો હોય. યુવાનોને પોસ્ટ-ગ્રેજ્યુએશન કોર્સમાં knowledge consume કરવા તૈયાર ના કરવાના હોય. તેમને તો નવું knowledge generate કરવા તૈયાર કરવાના હોય. આ લેવલે તો નવી પેઢીને જુના પ્રશ્નોના નવા જવાબો ગોતવા અને જુના જવાબોમાંથી નવા પ્રશ્નો ગોતવા તૈયાર કરવાની હોય. આમ મૂલ્યાંકનના બહાને ૨૦ માર્કની, ૪૦ માર્કની, કે ૬૦ માર્કની ૧, ૨, કે ૩ ક્રેડીટવાળી ઉધારી systemમાં વેડફી દેવાના ના હોય.



પણ સાલું કેવું થઇ રહ્યું છે!! એક્ઝામ-હોલની પોતાની ખુરશીની જગ્યા બદલવાની વિનંતી કરવા જેટલી ય હિમત નથી રહેવા દીધી આપણી systemએ આ નવજુવાનોમાં. આમ તો સમાજના વિવિધ લોકોના Empowermentની દલીલો કરી જાણે, પણ પોતાના આવા વર્તનને 'fear-based education system'નું  પરિણામ જેવું સુવાળું નામ આપીને ચર્ચી નાખીને એમાંથી ઉભી થતી માનસિક ખંજવાળમાં આનંદ અને ગર્વ લેતો થઇ ગયો છે આ નવજુવાન. '૩ ઈડિયટ્સ'માં systemને સવાલ કરતા સ્ટુડન્ટને જોઇને એ ખુશ થાય, તાળીઓ પડે, ફેસબુક પર શેર પણ કરે, પણ જયારે પોતાની આસપાસની સિસ્ટમ બદલવાની વાત આવે ત્યારે જ્યાં ના ત્યાં જ. 'રંગ દે બસંતી'ની જેમ સિસ્ટમને બદલવી હોય, એને સવાલ કરવો હોય પણ મફતમાં મળતા જી-મેલ પર anonymous email બનાવીની પોતાની ઓળખાણ છુપાવીને આ નવજુવાનને પોતાની વાત રજુ કરવી હોય છે. હક માંગવો હોય છે. આમાં ક્યાં કોઈ બદલાવ કે revolution આવવાનું?!!!



આંકડાને માહિતી માની લેતી, માહિતીને સમજ કે જ્ઞાન માની લેતી, અને સમજને શાણપણ માની લેતી આ ગુગલાચ્છાદિત પેઢીને કૈક કરવું તો છે જ પણ આજ નો યુવાન માહિતી-મય surroundingમાંથી કૈક ઉપયોગી હોય એવા માહિતી-સભર મક્સદની સતત તલાશમાં હોય એવું લાગે છે.  આ પેઢી અલગ છે. આજના યુવાનના માં-બાપ એના ઉપર પોતાના ઘડપણનો બોજ નાખતા નથી. એની પહેલાની પેઢીની જેમ એને જલ્દીથી ભણવાનું પૂરું કરીને કમાતા થઇ જવાની ઉતાવળ પણ નથી. 'ફડશ રોટલો પણ ઘરનો સારો' જેવા મુલ્યો સાથે પોતાના ગામ-શહેરોમાંથી જ કંઈપણ ભણીને કંઈપણ ગામ ગોતીને ઠેકાણે પડવાની આ પેઢીને જરૂર નથી. આ પેઢીને મોકળાશ છે. વિસ્તારવા માટે વ્યાપ છે, અવકાશ છે. આઝાદી પણ છે. પણ છતાય કૈક ખૂટે છે. કદાચ વ્યાપના વિસ્તારમાં ઊંડાણ ખૂટે છે. Being intensive is getting missed in the quest of being extensive.



સરળ, તરત અને tangible પરિણામોની સતત અપેક્ષામાં અઘરા પણ જરૂરી - difficult but important - સવાલો, વિષયો અને મૂલ્યોથી આ યુવાન ભાગતો થયો છે. પરીક્ષાને મહત્વ આપતા સ્પર્ધાત્મક શિક્ષણે આમ પણ expressionનો એક માત્ર હેતુ impress કરવાનો જ રાખ્યો છે. ફેસબુક જેવા social mediaએ આ formal competitionને જીવનના informal spaceમાં પણ લાવી દીધી. ખુશ હોવા કરતા ખુશ લાગવાનું મહત્વ વધી ગયું.



આમાંથી અલગ થઈને જીવવું અઘરું છે. પણ, કોઈ ચારો નથી. અલગ તો થવું જ પડશે. પાર્થને કહો ચડાવે બાણ!!!



Comments

  1. Ohh my your Gujarati is fantastic.. !! Nicely worded indeed. Keep going.!

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Review - Akoopar

As I leave IIPHG

Thoughts on teaching and learning about Gender and Health