આધ્યાત્મિક હોવું કે ધાર્મિક હોવું એ પણ શોખ જ છે.





ભારતીય સંસ્કૃતિમાં પળાતા લગબગ બધા જ ધર્મોમાં
આધ્યાત્મનું આગવું અસ્તિત્વ છે. હિંદુ ધર્મમાં, ખાસ કરીને મારી આજુબાજુ પળાતા
હિંદુ ધર્મમાં, ‘ધાર્મિક હોવું’ અને ‘અધ્યાત્મિક હોવું’ એ બંનેમાં ફરકને લગભગ કોઈ સ્થાન
નથી. અને, આ બંનેમાંથી કંઈપણ ન હોવાની પસંદગીની તો છૂટ જ નથી. એકબાજુ ધર્મ અને
આધ્યાત્મિકતા એવું શીખવે કે ઈશ્વર એક છે અને એને અલગ અલગ રસ્તેથી પામી શકાય. જયારે
બીજી બાજુ ધાર્મિક કે આધ્યાત્મિક રીતે આગળ પહોચેલા લોકો પોતાની વિચારસરણીથી અલગ હોય
તેવા વિચારો કે લોકોનો સહર્દય સ્વીકાર કરી શકતા નથી.
 મોટાભાગના
સામાન્ય લોકો માટે પણ ધાર્મિક ના હોવું કે આદ્યાત્મિક ના હોવું એ એક અઘરો વિકલ્પ
હોય છે. પણ, મને લાગે છે કે
Spirituality/Religion can be part of life but
it certainly cannot be at the heart
of life. 





આધ્યાત્મિક હોવું
એ જીવનનો એક ભાગ છે. વ્યક્તિત્વનો ભાગ છે. એ એક શોખ કે કળા જેવું
છે.
થોડાઘણા લોકો માટે વ્યવસાય પણ છે
, પણ
મોટાભાગના લોકો માટે એ આનદ જેવું
કૈક મેળવવાનો રસ્તો છે. કોઈ ચિત્રો દોરે,
વાજિંત્રો વગાડે,
ફોટા પાડે, વાંચે, લખે, નાચે..આ બધું શોખ માટે કરે. એમાં મજા
પડે
, એ ગમે એટલે કરે. આને શોખ
કહીએ. આપણા જીવનમાં ક્યારેક એવું લાગે કે મને દોરવું ગમે
, કે વગાડવું ગમે, કે રમવું ગમે કે પછી રખડવું ગમે. આ
શોખની સમજ આવે પછી - સંસાધનો એટલે
કે સમય અને પૈસાની અનુકુળતા મુજબ - આપણે એ
શોખને વિકસાવીએ. તેમાં ત્તાલીમ
લઈએ. કોઈ મજા ખાતર કરે, કોઈ પારંગત થાય, કોય વળી તાલીમ આપનાર બને. શોખ વિકસતો
જાય એમ વધારે મજા આવતી જાય. તેની ટેકનીક ખબર પડતી જાય એમ એ કલાનું
અલૌકિક
હોવું ઓછું થતું જાય. તળેટીમાંથી ડુંગરની ટોચ કેટલી દુર અને અઘરી
લાગે
? પણ ધીરે ધીરે ચઢતા
રહીએ તો ટોચ પર પહોચી જ જવાય. લક્ષ જે શરૂઆતમાં
અઘરું, અપ્રાપ્ય, કે અલૌકિક લાગે એ સમજાય એટલે સરળ લાગે.
પામી લેવાય પછી
આનંદ આપનારું અને પારંગત થઇ જઈએ પછી ગર્વ આપનારું પણ લાગે. અહી
સુધી બધું
બરાબર
છે. પણ એક પારંગત ચિત્રકાર
  જેને
ચિત્રકામમાં રસ ન પડતો હોય એવા લોકો
સાથે કેવો વ્યવહાર કરે? 'અરે, તમને સિતારની સમજ નથી?', શું કોઈ પ્રખર સિતારવાદક કોઈ સામાન્ય માણસને આવું કહી
ઉતારી પડે ખરા
? ના.
પણ
, આદ્યાત્મિક કે
ધાર્મિક માણસોમાં આવું વલણ જોયું છે. અને એનું કારણ કદાચ આ જ છે.
આધ્યાત્મ
કે ધર્મના શોખને વ્યક્તિત્વ કે જીવનનો એક ભાગ સમજવાને બદલે આવા
માણસોએ
એને જ વ્યક્તિત્વ
, સમગ્ર
ઓળખાણ કે જીવનનો હેતુ બનાવી દીધો હોય છે.
આવું કરવા જતાં તેઓએ પોતાના
વ્યક્તિત્વનો વ્યાપ કારમી રીતે ઘટાડી દીધો હોય
છે. મને એમ થાય કે આધ્યાત્મિકતા એ એમની
પસંદગી છે. ભલે હોય. પરેશાની ત્યારે
થાય જયારે આવા અધ્યાત્મિક માણસો પોતાની
નાની માપપટ્ટીથી અંતર/ઉંચાઈ/ઊંડાઈ
માપવાની સાથે સાથે ગણી ના શકાય એવા
ગુણોને પણ મૂલવવા માંડે.
'દોરવા-લખવાનું તો
ઠીક હવે
, પણ
મંત્રો કેટલા આવડે છે
?', સફળતા
- પૈસા - પદવી તો ઠીક પણ
પુરુશ્ચરણ કેટલા કર્યા?' 'લે, ગંગામાં રીવર રાફટીંગ અને બંગી જમ્પિંગ
કરી
આવ્યા
પણ
, હરી કી પૌડીમાં રાતની
આરતીના દર્શન ના કર્યા
?' પાપ લાગશે....વગેરે.





મારા
દાદુ કહેતા કે ભગવાન-બગવાનમાં ના પડતા; યુવાનીમાં શરીર બનાવો અને કેરિયર બનાવો.
દાદુ પોતે આધ્યાત્મની સૌથી ઉંચી ટોચ પર જઈ આવેલા. હા, ફરી કહું. તેઓ સૌથી ઉંચી ટોચ
પર જઈ આવેલા. તેઓ ત્યાં બેઠા નહોતા રહ્યા પણ ત્યાં જઈને પાછા આવેલા. બસ, બીજા
આધ્યાત્મીમાર્ગીઓમાં અને મારા દાદુમાં આટલો જ ફરક. બીજા ઘણા ‘પામેલા’ માણસો પણ
વિવિધ શિખરે પહોચેલા હશે. એ બધાને પણ દાદુની જેમ ત્યાં પહોચવાની ધગશ હશે. શોખ હશે.
તૈયારી હશે. એમની માંગ હશે કે આવો અનુભવ એમને થાય જ. ‘જે માંગો એ મળે જે’ એ ન્યાયે
કુદરતે એમને એવા શિખરોએ પહોચાડ્યા પણ ખરા. એમને પણ દિવ્યતા, અલૌકિકતા, લાખોમાં એક
એવા કૈક અનુભવો થયા પણ ખરા. બીજા બધાની જેમ દાદુને પણ થયા હશે. પણ દાદુએ આવા અનુભવોને,
આવી પ્રાપ્તિઓને જીવનનો એક ભાગ બનાવ્યો. શિખરે પહોચ્યા. શિખરે રહ્યા. ખુશ થયા.
તળેટીથી શિખરને જોયું હતું એમ શિખરેથી તળેટીને જોઈ. આનંદથી હસતા ખેલતા પાછા
તળેટીમાં આવ્યા. કેમ પાછા આવ્યા હશે ? કદાચ શિખરને ફરીથી તળેટીમાંથી જોવા, સમજવા
અને બીજા એમના જેવાને સમજાવવા. શિખરેથી પાછા આવીને કુદરત બનીને બીજા શિખરો ફરતા
રહ્યા અને બીજાને અલગ અલગ શિખરે પહોચાડવામાં મદદ પણ કરતા રહ્યા. એમની મદદથી ઉપર
ચડેલા ઘણા લોકો પણ પાછા આવતા તો ઘણા શિખરે જ રહી જતાં. તો થોડાઘણા શિખર માથે ચડીને
– કે શિખરને માથે ચડાવીને પાછા આવતા. આધ્યાત્મની લાલસા રાખતા માણસો શિખર/ટોચ પર
જઈને-અડીને પાછા ન આવે. એમને બાકીની જીંદગી શિખરને માથે ચડાવીને રાખવું હોય. સતત
દેખાડવું હોય અને પોતાની સિદ્ધિને સતત મૂલવતા રહેવી હોય. પણ, આધ્યાત્મના શોખીન
માણસો શિખરેથી હસતા ખેલતા પાછા આવે.





શોખીન
માણસ પોતાના રસને, પોતાના શોખને બીજા શોખીન માણસો સાથે વહેંચે. પણ એવા માણસો કે
જેમને એમના વિષય-વસ્તુનો શોખ ના હોય એમને ઉતારી ના પાડે. કારણ કે એ સમજે છે કે શોખ
એ શોખ છે. શોખ અકસ્માતે શરુ થાય છે અને મંડ્યા રહેવાથી વિકસે છે. એમાં રસ કે
પરિશ્રમને સ્થાન છે પણ પાયામાં – પ્રાથમિક સ્તરે – તો અકસ્માત જ છે. કોઈને આકસ્મિક
રીતે અચાનક ખબર પડે કે ચિત્રમાં રસ હોય, નૃત્યમાં રસ હોય, રમતોમાં રસ હોય વગેરે.
કોઈ બીજાને ના પણ હોય. એમાં કોઈ ઊંચનીચ નહિ. બીજ હોય અને મહેનત કરે તો શોખ વિકસે. શોખના
વિષય ઉપરાંત પણ જીવન તો ખરું જ. વ્યક્તિત્વ પણ ખરું. સંવેદના પણ ખરી. કુટુંબ-મિત્રો-સગાવ્હાલા-સ્વજનો
પણ ખરા. શોખ ખરો પણ એ જીવનનો એક ભાગ, વ્યક્તિત્વનો એક હિસ્સો. શોખમાં આગળ નીકળીએ,
કૈક પામીએ તો ખુશી થાય, ગર્વ થાય. એ આપણી બાકીની દુનિયા સાથે વહેચીયે. મજા કરીએ.
બસ, એટલું જ. કોઈ સરખામણી નહિ.





અધ્યાત્મને
પણ એક શોખની જેમ વિકસાવીએ તો કેવું? આધ્યાત્મમાં તો જ રસ લઈએ જો એ મનમા આમ સાવ
આકસ્મિક રીતે ઉઠે. લખવા, દોરવા, નાચવાનું મન થાય એવી રીતે જો ખુદને કે ખુદને
મળવાનું મન થાય તો જ. કોઈ જીદ નહિ. કોઈ જરૂરિયાત નહિ. ફક્ત મન થાય તો જ. કોઈ દેખાદેખી
નહિ. જેમ માંરોભાઈ કે મિત્ર સરસ દોરે છે તો હું પણ દોરું એમ નથી કરતા તેમ જ જો મન
ન થાય તો ખુદનું કે ખુદાનું ધ્યાન નહિ ધરવાનું. એમાં કોઈ નીચા જોવાપણું નહિ.
અલગપણું નહિ. કે પાપ-પણું નહિ અનુભવવાનું. અને જો શોખ કેળવતા માસ્ટરપીસ બની જાય તો
ય મજા કરતા રહેવાની. ખુશી પામતા રહેવાની. આનદ વહેચતા રહેવાનો. 





શોખ
એ પસંદગી છે. મરજીયાત વિષય છે. એક્સ્ટ્રા-કરીક્યુલર છે. આધ્યાત્મિક હોવું કે
ધાર્મિક હોવું એ પણ શોખ જ છે. પસંદગી છે. મરજિયાત છે. એક્સ્ટ્રા-કરીક્યુલર છે.


Comments

Popular posts from this blog

Review - Akoopar

As I leave IIPHG

Thoughts on teaching and learning about Gender and Health