વુમન્સ ડે છે ને !!
જાંબલી રંગની રિબન પહેરો, સાહેબ?
કેમ?
‘એમને’ સાથ આપવા.
એટલે, રિબન પહેરવાથી આપડે એમની સાથે છે એવું એમને
લાગશે, એમ?
“હવે..એટલે..એમ...”
________________
આ હતી ઓડીટોરીયમની બહાર
થયેલી વાતો. અંદર કાર્યક્રમના ભાગ રૂપે
પ્રેઝન્ટેશન થયા, કવિતાઓ બોલાય, વંચાય, સંસ્કૃતના શ્લોક બોલાયા. સંસ્કૃતિની દાદ
દેવાણી. મા, દીકરી, બેન, પત્ની વગેરે કીરદારોની દુહાઈ દેવાણી. કોઈ જાણીતા કવિઓની કવિતાઓને એમના નામ લીધા વગર
રજુ કરાણી તો થોડી પોતાની રચનાઓની પણ વાત થઇ. આમાં કોઈએ મા વિષે લાક્યું તો કોઈએ દીકરી વિષે.
હિરો (HERO)નું પણ સ્ત્રેણ
નામ કરીને શીરો (SHERO) જેવી સરખામણી અને સ્પર્ધાત્મક સંદર્ભમાં સ્ત્રીની વાતો થઇ. કલ્પના ચાવલા, મધર ટેરેસા જેવી
વુમેન હીરો/મહાન સ્ત્રીઓની વાતો થઇ તો ‘અંજુ’ જેવી બહેનપણીનો ઉલ્લેખ થયો કે જેની વાત છાપામાં
આવેલી. કોઈ પુરુષે છાતી ફુલાવીને પોતાની પત્નીને ‘મેં લગ્ન પછી ભણાવી’ અને ‘નોકરી
કરવા દીધી’ એવી જાત-શાબાશી આપી ને તાળીઓ લીધી. તો કોઈ બીજાએ સ્ત્રીઓની આંતરસૂઝ અને
‘આંખથી’ સમજી જવાની ક્ષમતાની વાત કરીને કમરેથી ઝૂકીને સલામી આપી.
બીજી ઘણી સારી સારી વાતો થઇ. પણ, મને થયું કે સ્ત્રીઓની વાત શું ફક્ત સંબંધોથી
જ થાય? એનું અસ્તિત્વ શું કિરદારમાં જ સચવાય? કે પછી એને પોતાનું આગવું મહત્વ
સાબિત કરવા ‘કોઈક’ અને ‘કૈક’ બનવું જ પડે ?
_______
मा, बेटी, बहेन या बीवी, किरदारों का सन्मान भी हूँ
वजूद मत भूलना
मेरा, एक नाम वाला इन्सान भी हूँ
काम, बच्चे, लकड़ी, पानी, चूल्हा, बर्तन, और बिस्तर भी
बिन मन्नत देता ही
रहता, चलता फिरता भगवान भी हूँ
अपनी चौखट को छोड़
तेरी दहलीज पे जबसे आयी हूँ
माइके और ससुराल
दोनोंकी मेहमान हूँ मेजबान भी हूँ
घर, गाव की इज्जत आबरू, सब तेरा बनाया खेल हैं
सोच, जरूरत, और खुदकी उम्मीदों
का अभिमान भी हूँ
___________
સ્ત્રીને સમજવી બહુ અઘરી છે
એવું પુરુષો કહેતા હોય. ખરી વાત છે. જ્યાં સુધી પુરુષોનું ધ્યાન પોતાના પરથી હટે
નહિ ત્યાં સુધી, એ સ્ત્રીને ક્યાંથી સમજી શકે? સ્ત્રીને પુરુષોની દ્રષ્ટીએ, પુરુષોના
માપદંડથી સમજી શકાય જ નહિ. સ્ત્રીને સમજવી હોય, એમના માટે જો કઈ કરવું હોય તો
પુરુષો એ પોતાનું મહત્વ છોડવું પડે. આ પોતાનું મહત્વ ઘટાડવું અઘરું છે. સ્ત્રી તો સહેલાઇથી
સમજાય જાય; પુરુષો માટે આ પોતાનું અસ્તિત્વ છોડવું અઘરું છે. એટલે ના સમજી શકવાનો
ભાર પણ સ્ત્રીઓને જ આપી દેતા હોઈએ છીએ.
______________
नारी पर बढते अत्याचार,
खबरें आने लगी अपार
अपने पुरुष होने पर आने
लगी थी घिन्न अपार
बेटा, भाई, पति, पिता, दोस्त का किरदार हैं
जिम्मेवार
बौद्धिकता ने बहलाया की
तेरी भी तो कोई फ़र्ज़ है यार
विरोध जताया, केंडल जलाए,
पिटीशन पे भी मोहर लगाईं
जागृत नागरिक बने ही थे
की, रूह से कोई आवाज आई
मा, बहेन, पत्नी, और बेटी, सखी को भी पास बिठाओ
उनको समजना है तो पहेले
अपने पर से ध्यान हटाओ
स्व-केंद्रित सालों से हम हैं, परवरिश भी ऐसी ही
हैं
अपने को छोड़ उनको समजे,
मुश्किल शर्त ये कैसी है?
भाव देकर ही पाला हमको, औजार था बचपन का
रोना
ज्यादा और पहेले मिला हैं,
खाना, किताब या हो खिलौना
थोड़े ही बड़े हुए थे भैया,
पैमाने वो बदल गए थे सारे
आंसू, भावना, और संवेदना, छूट गए वो दोस्त
हमारे
लाओ, पाओ, कमाओ की आस, ‘देने’ पर ही
बनोगे खास
पर्फोर्मंसकी रेस में अब,
गुस्सा डर ही रह गए थे पास
हर संबंध का केंद्र हम थे,
पूरा ध्यान भी हम पे ही तो था
पूजा, पैसा, घर, और रिश्ते, लगा हमारे दम पे ही तो था
जिम्मेवारी और किरदारों
की भीड़ में यु खो से गए थे
सर्वदेयी के अहंकार में न
जाने कब से सो से गए थ
आन्दोलन, स्लोगन को छोडो, खुद को इस नींद से उठाओ
अच्छा पुरुष बनना हैं तो
केवल अपने पर से ध्यान हटाओ
__________
જન્મ આપનાર મા, અને નાનપણમાં સાચવનાર ભાભુથી લઈને 'આ વાત તમે સરખી રીતે શાંતિ થી પણ કહી શક્યા હોત' એવું સમજાવનાર દસ વર્ષની દીકરી. જીવનમાં સગા, સગપણ, અને સંબધોમાં સ્ત્રીઓનું બહુ મોટું યોગદાન રહ્યું છે.
અમારું મકાન ખરીદવામાં પૈસાની મદદ મારી મોટી બહેને કરી છે. એક બહેનપણીએ પણ ઉધાર આપીને મદદ કરેલી. ને એમ બેેન અને બહેનપણીની મદદથી મકાન ખરીદી શકાયું તો પત્નીની મહેનત અને સમજે ઘર બંધાણું. ઘરને ઘર બનાવવામાં અને ઘર જેવું રાખવામાં સાસુનો
પણ મોટો ફાળો છે. પત્નીએ મને જે ‘હતો’ એમાંથી હું જે ‘છું’ એ બનાવવામાં અમારા લગ્નજીવનના
અગિયાર વરસ કાઢી નાખ્યા. પત્નીએ સારો પુરુષ અને પતિ બનાવ્યો, તો દીકરીએ સારો બાપ અને
નાના બાળકોનો મિત્ર બનતા શીખવ્યું છે.
મારી હેલ્થ સેક્ટરની પહેલી નોકરીના
પહેલા બોસ એક સ્ત્રી છે. મારું પહેલું પબ્લીકેશન, પહેલું પ્લેનમાં બેસવું, દેશ-વિદેશના
પ્રવાસ આ બધું જ એમની સાથે. અને જયારે નોકરી બદલવાનું ટાણું થયું ત્યારે એમની
સાથેની નોકરીમાંથી રાજીનામું પણ એમણે જ ટાઇપ કરી આપેલું. મેં તો ખાલી સહી જ કરી
હતી.
જીવનના દરેક તબ્બકે સારી
બહેનપણીઓ પણ મળી છે. કોલેજમાં, નોકરીમાં, નાટકોમાં બધે જ. નોકરીમાં પણ બોસ રૂપે અને હું જેનો બોસ થયો હોઉ એ કિરદારમાં, વિદ્યાર્થીઓમાં,
શિક્ષકોમાં, સાથીઓમાં, બધે જ ખુબ સરસ –
બંને પક્ષે એકબીજાને સારા માણસ બનવાની પ્રક્રિયામાં સહભાગી થતા હોય એવા સંબંધો બનાવનારી –
સ્ત્રીઓ મળી છે એનો આનદ છે. સ્ત્રીઓને અને સ્ત્રીત્વને સમજવામાં સેક્સ અને જેન્ડર, ડેમોગ્રાફી જેવા વિષયો શીખવા-શીખવવા મળ્યું. રીસર્ચમાં પણ 'સ્ત્રીઓ' વિષે શું નથી જાણતા એ સમજવાની ક્ષમતા કેળવાણી. કવિતા લખતો થયો, અને સ્ત્રીના મોઢે કહેવાતી વાર્તાઓ, અને નાટક અને ફિલ્મ બનાવતો થયો.
આ બધી જ સ્ત્રીઓને ખુબ નજીકથી
સમજીને મને મારી અંદર રહેલા સ્ત્રીત્વની સમજ આવી. એટલે, આજે જયારે ફક્ત સ્ત્રીઓને ‘હેપી
વૂમેન’સ ડે’ની શુભકામનાઓ અપાતી હોય ત્યારે મને એમ થાય કે આ શુભકામનાઓ તો બધાને મળવી
જોઈએ. ‘હેપી વુમન્સ ડે’ ટૂ ‘વૂમન ઇન અસ’! સ્ત્રીઓને અને પુરુષોની અંદર રહેલા સ્ત્રીત્વને
પણ મહિલા દિવસની શુભકામનાઓ.
Comments
Post a Comment