Reva - Film
ચોપડીમાં લખાયેલી વાર્તા એના વાચકને મુક્ત કરે. મારા માટે એક સારું લેખન, એક સારી વાર્તા એ છે કે જે વાંચતા વાંચતા મને વિચારવાનું, અનુભવવાનું, અને મમળાવવાનું મન થાય. વાંચતા વાંચતા અટકી ને સંવાદો, પ્રસંગો, કીરદારો, સ્થળો, અને ત્યાં ઉદભવેલા સંવેદનો અને સંવેદનાઓ સાથે રહેવાનું મન થાય. વાંચતા વાંચતા એમ થાય કે, ‘ઉભો રે, આ ક્ષણ માણી લે. હસી લે, રડી લે, ચોપડી બંધ કરીને આંખ બંધ કરીને ડૂબકી લગાવી લે’. અને એ ડૂબકી મારીને, ભીના થઈને, કોરા થઈને, ફરી ચોપડી ખોલીને વાર્તાને આગળ વાંચવાની અને એવી રીતે ધીરે ધીરે વાર્તાના કીરદારો જે રીતે જીવ્યા હોય તેમ ચોપડી પૂરી કરવાની. મને આવા અનુભવો કરાવતી ચોપડી, એવી વાર્તાઓનું આકર્ષણ થાય અને એવા લેખક પ્રત્યે માન થાય. આવા વાંચન મારા મનને કલ્પના કરવાની મોકળાશ અને મુક્તિ આપે એ મને ગમે. ધ્રુવ ભટ્ટની લગભગ બધી જ વાર્તાઓએ આવો અનુભવ કરાવ્યો છે. સામા પક્ષે નાટક અને ફિલ્મો એને જોનાર પ્રેક્ષકને બાંધી રાખે. એક પ્રેક્ષક તરીકે એક સારું નાટક કે ફિલ્મ એવી હોય કે જેમાંથી બહાર નીકળવાનું મને મન ન થાય. હું એ દુનિયાનો થઈને એમાં બંધાય જાવ એટલે એ ફિલ્મ કે નાટક સારું. વાર્તા લખવી અને ફિલ્...