Posts

Showing posts from February, 2018

Story : એલા તારે આને જીવાડવી છે કે નહિ?

મિતાલીએ ફોનમાં જે વાત કરી એ સાંભળીને માનવની આંખમાં ઝળહળિયા આવી ગયા. પોતાની બેને બાંધેલી રાખડીને હાથમાં લઈને વિચારે ચડી ગયો.   મનમાં ઉભરેલા કોલાહલમાં એને પેલો ચિત્કાર ફરી સંભળાયો. ‘ એલા તારે આને જીવાડવી છે કે નહિ?’ *********** સો વરસ જૂની મીઠા બનાવવાની ફેકટરીના એસી વરસ જુના દવાખાનાના બિલ્ડીંગમાં સર્વરોગ નિદાન કેમ્પમાં સરકારી તંત્ર કામે લાગેલું હતું. મોટા શહેરથી ૫-૬ ડોકટરો આવવાના છે એવું કહીને આજુબાજુના ગામડેથી ભીડ ભેગી કરવામાં આવી હતી. નિદાન અને સારવારની જરૂર તો રણના કાંઠે આવેલા ગરીબ ગામડાઓમાં બારે મહિના રહેતી . સામે પક્ષે તબીબોની અછત પણ રહેતી. અને, જણસ અને જાણકારી આ બંનેના અભાવે અગારિયાઓ નાની મોટી બીમારી કે ઈજાઓને તો અવગણી જ લેતા. શિયાળા-ઉનાળાના સાત આઠ મહિના કાળા-ભુખરા રણમાં આખો દિવસ તનતોડ મજુરી કરીને બે ટંકના રોટલા પુરા કરતા હોય ત્યાં બીમારીના નિદાન અને સારવાર જેવા કારણો માટે સમય અને પૈસાના વપરાશ આમેય બહુ મોંઘા પડે.   ચાર મહિનાના વેકેશન જેવા ચોમાસાની શરૂઆતે આવો મફત કેમ્પ બહુ સારો લાગે. લગભગ ૪૦૦-૫૦૦ માણસો લાઈનમાં લાગેલા. પચીસ વરસનો રામો પણ ત્રણ વરસની દીકરી ખુશીને લઈને ડોક્ટરન...