Posts

Showing posts from August, 2017

અફઘાન સ્ત્રીની વાત

જમીલા ઇકબાલ. ત્રીસેક વરસની, સરસ અંગ્રેજી બોલતી, કાળા કપડામાં માથું ઢાંકેલી સ્ત્રી.   ૧૦ અને ૬ વર્ષની દીકરીઓ અને ૩ વર્ષનો દીકરો એમ ત્રણ બાળકોની મા એવી જમીલા અફઘાનીસ્તાનમાં યુનિસેફના ઈમરજન્સી એજ્યુકેશન વિભાગમાં સ્વેચ્છાએ અને લગનથી કામ કરે છે. એની આ ‘બાળકોના શિક્ષણ’ની લગન પાછળ એક ઈતિહાસ છે.  અફઘાન મા-બાપની આ દીકરી અફઘાનિસ્તાનમાં નહોતી જન્મી. એનો જન્મ પાકિસ્તાનના પેશાવર શહેરમાં થયો. જમીલાના મા-બાપ સિતેરના દસકામાં અફઘાનિસ્તાન પર રશિયાનું આક્રમણ થયું ત્યારે કાબુલ છોડીને, શરણાર્થી રૂપે પાકિસ્તાન જતા રહ્યા હતાં. એમની સાથે એમના સગા વ્હાલા જ નહિ પણ બીજા એવા સેકડો પરિવારો આવનારા ત્રીસ વરસ સુધી માદરે-વતન છોડીને જવાના હતાં. જમીલાનો જન્મ, ઉછેર, અને અભ્યાસ બધું જ પાકિસ્તાનમાં જ થયું. આ અફઘાન પરિવારો શરણાર્થી બનીને એક મુસ્લિમ દેશમાંથી બીજા મુસ્લિમ દેશમાં ગયા તો ખરા પણ અંતે તો પરાયા દેશમાં વણ-બોલાવ્યા મહેમાન ને! પાકિસ્તાનના વતની મુસ્લિમ લોકોએ અફઘાનીસ્તાનના આ શરણાર્થીઓને પોતાના જેવા ગણ્યા જ નહિ. જમીલાના નાનપણમાં સ્કુલના બાળકો પણ તેની સાથે ઓરમાયું વર્તન જ રાખે. “અમારું રાષ્ટ્રગાન તું ના ગા, તું ...