Review : Karsandas - Pay & Use
જયારે feel-good factorની જ વાતો થતી હોય, જયારે અચ્છે-દિનના જ નારા સાંભળવા મળતા હોય, અને જયારે ‘સૌનો સાથ અને સૌનો વિકાસ’ એવી ભ્રામક માન્યતાને હકીકત ગણવામાં આવતી હોય ત્યારે શહેરી જીવનની નરી અને વરવી વાસ્તવિકતા દર્શાવતી આ ફિલ્મ દાદને પાત્ર તો બને જ મોટાભાગની ફિલ્મી પ્રેમકથાઓ વર્ગભેદની આસપાસ રચાયેલી હોય. આમાં આર્થિક (અમીર-ગરીબ), ધાર્મિક (હિંદુ-મુસ્લિમ), ભૌગોલિક (ગ્રામ્ય-શહેરી), અને ક્યારેક મરાઠી ફિલ્મ સૈરટની જેમ જાતિગત (સવર્ણ-દલિત) વર્ગોના બે પાત્રોના પ્રેમની વાત હોય. આ બંને વર્ગો ખુબ જ અલગ હોય, અને માતાપિતા બાળકોના સંબંધ સામે વિરોધ કરતા હોય અને એવું બધું. પણ, શહેરના એક ચાલી કે ઝુપડપટ્ટીમાં રહેતા સાવ ગરીબ કે થોડા ગરીબ લોકોના પ્રેમની વાત કરતી આ ફિલ્મ અનેરી છે. ગરીબ, અનાથ, હરીજન છોકરા અને બીજાના ઘરે કામ કરીને છ દીકરીવાળા પરિવારને ચલાવવામાં મદદ કરતી છોકરીની love story વાળી આ ફિલ્મ આડકતરી રીતે તો આર્થિક રીતે પછાત સમાજમાં જોવા મળતા નાત-જાત અને આર્થિક ભેદભાવની જ વાત કરે છે. અર્બન ગુજરાતી ફિલ્મના નામે middle કે lower-middle ક્લાસ કુટુંબની શહેરી વાર્તાઓ વળી ફિલ્મો છેલ્લા બે-ત્રણ વર્ષોમાં ઘણી ...