બ્રશ
આપણે માનસિક રીતે સતત વ્યસ્ત હોઈએ છીએ. બંને હાથમાં એક એક
બ્રશ/રંગવાના પીછા લઈને સતત રંગતા રહેવાની તલબમાં હોઈએ છીએ. બે બ્રશ – એક ‘સારું’
એમ રંગે અને બીજું ‘ખરાબ’ એમ રંગે. એજ રીતે ક્યારેક પુણ્ય-પાપના બ્રશ તો ક્યારેક
ઊંચ-નીચના બ્રશ. તો ક્યારેક approved-disapprovedના બ્રશ. આપણી સામે જે કઈ પણ આવે
કે જે કોઈ પણ આવે, આપણે બસ એને લેબલ આપવું
હોય. આપણા હાથના બે બ્રશમાંથી કોઈ એકથી રંગીને લેબલ લગાડવું હોય. ન્યાય આપવો હોય.
દાખલા તરીકે, મિત્રોને કે એમના વ્યવહારને સારા-ખરાબ, સગા-વ્હાલાને અને એમના
વ્યવહારને પુણ્ય-પાપ કે સાચું-ખોટું, અજાણ્યાને નાત-જાત-ધર્મને આધારે ઊંચ-નીચ,
બાળકોને એમના વર્તનના આધારે approved-disapproved. Constant value-judgement. આપણા
બંને હાથ આ રીતે સતત તત્પર હોય સામેવાળાને કે સામેની વસ્તુને રંગવા માટે અને
વ્યસ્ત હોય રંગવામાં. એ પછી કુદરત હોય કે માણસો. સામેવાળા હસતાં-રમતાં મળવા-ભેટવા
આવતા હોય પણ આપણે તો સ્થિર. બંને હાથમાં સાચા-ખોટાના, હકારાત્મક-નકારાત્મકના બ્રશ
સાથે જડની જેમ સ્થિર. જેવા સામેવાળા પાસે આવે એવા તરત જ બેમાંથી એક હાથનો લસરકો
મારી દઈએ અને પાછા સ્થિર. આવા બ્રશના લસરકા પણ કફત આપણને જ દેખાય. આ ફક્ત આપણને જ
દેખાય એવા લસરકાને જોઇને, ન્યાય કર્યાના ગર્વ સાથે આપણે ખુશ થઈએ. પણ, બે ખુલ્લા
હાથે ભેટવા આવેલા સામેવાળા આપણને ઉમળકાથી ભેટવા છતાંય આપણા હાથ એમની પીઠે મેહસૂસ જ
ના કરી શકે. કારણ કે આપણે તો બ્રશવાળા! એ
લોકો આ બ્રશને તો ના જોઈ શકે એટલે puzzled રહે કે ‘આ માણસ ઉમળકાથી ભેટતો કેમ નથી?!!’
આવું સતત થયા કરે. માણસો સાથે, કુદરત સાથે, નદી-પર્વતો-દરિયા-જંગલો
સાથે. આપણે હકીકતને, પ્રકૃતિને, માણસોને સહજ રીતે – જેમ છે એમ જ – સ્વીકારતાં અને માણતા
શીખવાનું છે. આ માટે બંને હાથના આ અદ્રશ્ય બ્રશને છોડીને હાથને ખુલ્લા કરવાની અને
ગમતી વસ્તુઓ અને વ્યક્તિઓને કસીને ભેટવાની જરૂર છે.
फर्ककी ही फ़िक्र क्यों?
खुद ही का जिक्र क्यों?
Comments
Post a Comment