Story : બસ એક દીકરી જ, એમ?
‘તમે જેને ગોતો છો કે પામવા ઈચ્છો છો એ તમને પણ ગોતતું જ હોય છે’ - Rumi ગીરમાં જે કામ માટે માનવ આવેલો એ કામની પદ્ધતિ અલગ છે. આ પદ્ધતિ – ઈથનોગ્રાફીમાં રિસર્ચર કોઈ એક સમુદાયના લોકોના જીવનને જાણવા અને સમજવા માટે એ લોકોની વચ્ચે જઈને એમની જેમ જ જીવન જીવવાની કોશિશ કરે. સાથે રહે, સાથે જમે, સાથે અનુભવે, વાતો કરે, અને અનુભવમાંથી તારણો કાઢે. સામાન્ય રીતે કરાતા રીસર્ચની પદ્ધતિથી – કે જેમાં મોટી ગાડીમાં ધૂળ ઉડાડતા ગામડામાં જવાનું, બિસલેરીની બોટલ બાજુમાં રાખીને ૧૫-૨૦ મિનીટ સવાલો કરવાના, અને આવા ૧૦૦-૨૦૦ ફોર્મ ભરીને પાછા શહેરની ઓફીસમાં આવી જવાનું – આ રીસર્ચ અલગ પડે. આ પદ્ધતિમાં સાથે રહેતા રીસર્ચરને સમુદાયના લોકો પણ એટલા જ હકથી સવાલ કરે જેટલા અધિકારથી રિસર્ચર એમને સવાલો કરે. ગીરના માલધારીઓના જીવન અને આરોગ્યને સમજવાના કામ અંગે આવ્યાના બીજા જ દિવસે, ચાર પેઢી સાથે બેસીને ખાય એવા કુટુંબની, વૃદ્ધ નહિ પણ પ્રોઢ કહી શકાય એવી, પોતે દાદી બની ગઈ હોય પણ પોતાની સાસુ પણ ખમતીધર હોય એવી માલધારી સ્ત્રી પાનબાઈએ માનવના વિવિધ સવાલોની સામે એક સવાલ કર્યો. ‘સાયેબ, તમારે ઘરે કોણ કોણ સે?’ ‘મારી ઘરવાળી અને એક ...