Posts

Showing posts from November, 2016

Depression (An article in Gujarati)

માનસિક પરેશાનીઓ માટે ‘એને આજકાલ કઈ મજા નથી’ અને ‘એને ગાંડપણ ચડ્યું છે’ એ બે અભિવ્યક્તિ વચ્ચેની બીજી કોઈ સંવેદનશીલ સમજ આપણા કુટુંબોમાં કે સમાજમાં છે જ નહિ. એટલે માનસિક બીમારીઓને શારીરિક બીમારી જેવી સહજતાથી સ્વીકારવામાં આવતી નથી. ઈન્ટરનેટના જમાનામાં માહિતી સાવ હાથવગી થઇ ગઈ છે. ડીક્ષનરી પણ જાડી ચોપડીની જગ્યાએ મોબાઈલમાં કે કમ્પ્યુટરમાં જ મળી જાય. હું મારી અંગ્રેજી ભાષા સુધારવા માટે ડીક્ષનરીનો ઉપયોગ નિયમિત કરતો હોઉં છું અને સાથે સાથે ક્યારેક સાવ સહજપણે બોલાતા અંગ્રેજી શબ્દોના ગુજરાતી અર્થ માટે http://www.gujaratilexicon.com નામની વેબસાઈટનો ઉપયોગ કરતો હોઉં છું. આજે મન થયું કે લાવ , ડીપ્રેશનને ગુજરાતીમાં શું કહેવાય એ જાણું. તપાસ કરતા એના અવનવા અર્થ મળ્યા. આરોગ્ય સિવાયના ‘ નીચે દબાવવું કે દબાવું તે , નીચાણવાળી જગ્યા , ખાડો , વેપારમાં મંદી , હવાના દબાણમાં સ્થાનિક ઘટાડો ’ એવા અર્થની સાથે સાથે સ્વાસ્થ્યને લગતા ‘ ઉત્સાહભંગ ’ , ‘ ખિન્નતા ’ , અને ‘ માનસિક ઉદાસીનતા ’ એવા અર્થ પણ મળ્યા.   જાહેર આરોગ્યમાં કામ કરતા કરતા અને વાર્તા-કવિતા લખતા લખતા મને સામાન્ય માણસને સરળતાથી સમજાય એવી ભાષાના પ્રયોગ...