Story: ડર












oh my god, you are so lucky!!, યજમાન ડેવિડે આવીને માનવ અને સોલોમનને જોઇને કીધું.
‘આટલું બધું વાગ્યું છે, બધું લુટાઈ ગયું છે અને આ બીજો કાળીયો કહે છે હું બહુ
નસીબદાર છું!!’, માનવને ગુસ્સો આવ્યો.






ઢળતી સાંજનો સમય હતો. માનવે જીપની બહાર જોયું તો અવરજવર
વાળો અજાણ્યો વિસ્તાર જણાયો. નાની-મોટી દુકાનો, મોટરસાઇકલની આજુબાજુ, દુકાનોના
ઓટલે અને ઘરની બહાર ટોળે વળીને વાતો કરતા જુવાન પુરુષો અને કૈક વસ્તુઓ લઇ જતી
સ્ત્રીઓ. લગભગ બધાય પુરુષોએ ઉપલું બટન ઉઘાડું હોય તેવા શર્ટ અને શરીરથી ચોટેલા
પેન્ટ પહેરેલા, માથા સાથે ચોટીને રહે તેવા સાવ આછા વાંકડિયા વાળ, આછી પાતળી મૂછો
અને ગોળ મોઢા વાળા કાળા હબસી લોકો. ખરાબ તૂટેલા રસ્તા પણ ૧૦-૧૫ની સ્પીડે ચાલતી જીપ.
સાવ અજાણી જગ્યામાં અને બધા અજાણ્યા દેખાવવાળા લોકો. માનવને થયું કે
આ બધા એને જ
ધારીધારીને જોઈ રહ્યા છે. બહારથી સતત તકતી રહેતી નજરોથી બચવા માનવે જમણી બાજુની સીટ
જોયું તો હબસી જેવો જ લાગતો  જીપનો ડ્રાઈવર
હનીફ પણ તેને જ જોતો હતો . વીંધાઈ જતી નજરોથી બચવા માનવે જાતે જ આંખો બંધ કરી દીધી
અને બંધ આંખોમાં સંકોચાઈને ગભરાયેલું મન પહોચી ગયું સાઉથ આફ્રિકાના જોહાનીસ્બર્ગ
શહેર.


---**----


‘We are being followed, Manav’.  ઢળતી સાંજના
સાવચેતીથી ચાલતો માનવ સોલોમનના આ શબ્દો સાંભળીને વધુ સાવધ થયો. ઝડપ થોડી વધારી પણ ઓછી
પડી. ઝડપભેર ચાલતા પાછું વાળીને જોયું ત્યાંજ માનવના હાથ પાછળથી કોઈએ પકડી લીધા.
બીજા બે હાથ આગળના શરીરને ફફોળવા માંડ્યા, અને ઘડીકવારમાં શર્ટનું ખિસ્સુ અને
પેન્ટના આગળના ખિસ્સા ખાલી થઇ ગયા. કોઈ ત્રીજા જણના બે હાથે પેન્ટના પાછળના ખિસ્સા
ખાલી કર્યા અને લટકાવેલી બેગ ખભેથી ઉતરી ગઈ. બે ઘડીમાં કઇ સમજે એ પહેલા માનવને નિ:સહાય
હોવાનો અહેસાસ થયો. બાજુમાં આશાસભર દ્રષ્ટીએ જોયું તો સોલોમનના પણ એ જ હાલ હતા.
માનવને સમજાયું કે ‘they were being robbed’. સોલોમન એના ભાગના ત્રણ ચાર હબસી
લુંટારાઓને પૈસા લઇ લો, ફોન લઇ લો, પણ પાસપોર્ટ પાછો આપો એવી વિંનતી કરતો હતો.
અજાણ્યા દેશના અજાણ્યા શહેરમાં પોતે સમજેલા આ એક માત્ર સહારાના પણ આવા બેહાલ જોઇને
માનવે અજાણ્યાનો સાથ માંગવા ચીસ પાડી, ‘ હેલ્પ..હેલ્પ’. એ સાથે જ, બીજી જ ક્ષણે બાજુમાં
ઉભેલા ૬ ફૂટના હબસીએ જમણા હાથે માનવના ડાબા ગાલ પર જોરદાર મુક્કો માર્યો. માનવના
ચશ્માં ફેકાઈ ગયા, હોઠ અને ગાલ પર ઉઝરડા પડી ગયા અને નાકમાંથી લોહી વહેવા
માંડ્યું. આડત્રીસ વરસની ઉંમરમાં કોઈએ આવી રીતે માર્યું હોય એ પહેલો અનુભવ હતો અને
એટલે માનવ સ્તબ્ધ થઇ ઉભો રહી ગયો.


---***---


લગભગ બે વરસ પહેલા માનવ ઓફીસ કામે એક વર્કશોપ માટે સાઉથ
આફ્રિકાની રાજધાની પ્રિટોરિયા ગયેલો. કાળા-ગોરાના ભેદભાવ અને ગાંધીજીની
સત્યાગ્રહની વાતો સાંભળેલી અને વાંચેલી ખરી. માનવે બીજા દેશોમાં થોડા ઘણા હબસી
લોકો જોયેલા ખરા પણ હબસી પ્રજાના દેશનો આ પહેલો જાત અનુભવ હતો. હોટેલના સ્ટાફ અને
ત્યાના યજમાન જેવા સાથીદારોએ પહેલા દિવસે જ ચેતવી દીધેલા કે સાંજ પછી બહાર એકલા
જવું નહિ. કોઈની સાથે બહાર જમવા જવું હોય તો પણ હોટેલની ટેક્સીમાં જ જવું એવી સલાહ
સાથે અહીના લોકલ માણસો જેવા ચોર-લુટારા લોકોની ટોળકીની મોડસ-ઓપરેન્ડી પણ સમજાવી
હતી. ‘આવા લોકો ટોળામાં જ હોય, તમે જો એમના ટાર્ગેટ હો તો તમારી પાછળ ચાલે અને
મોકો ગોતી ને ઘેરી લે. પછી સાવ શાંતિથી તમને સિક્યુરીટી ચેકિંગ કરતા હોય એમ ચેક
કરીને શાંતિથી બધું લઇને જતાં રહે.’ માનવને થોડો ડર જરૂરથી લાગેલો. યુનીવર્સીટી
વિસ્તાર હતો એટલે દિવસના ટાઈમે અવરજવર રહેતી પણ રાત પડતા જ બધું ભેંકાર થઇ જતું. પણ,
એક બે દિવસ કઇ અજુગતું લાગ્યું નહિ એટલે માનવ રોજની આદત મુજબ સવારે ચાલવા પણ જવા
માંડ્યો.


બે અઠવાડિયાના વર્કશોપમાં વચ્ચે રવિવાર આવે અને સૌ ક્યાંક
ને ક્યાંક ફરવા જવાનું પ્લાન કરે. માનવને લોકલ હિસ્ટ્રી અને સંસ્કૃતિ જાણવામાં રસ
એટલે નક્કી કર્યું કે નેલ્સન મંડેલાના મ્યુઝિયમ જોવા જોહાનીસ્બર્ગથી ૨૦ કિમી દુર
આવેલી નાનકડી ટાઉનશીપ જેવા સોવેતો ગામ જવું. સવારે હોટેલમાં નાસ્તા વખતે
ઈથિયોપિયાનો સોલોમન મળી ગયો અને સાથે આવવા તૈયાર પણ થઇ ગયો. માનવને થોડી રાહત થઇ.
એને થયું કે હબસીઓના દેશમાં હબસી સાથે હશે એટલે બહુ એકલું નહિ લાગે અને વાંધો નહિ
આવે.


---***---


આફ્રિકાના ગાંધી જેવા મંડેલાની અહિંસક લડતની વાતો સમજીને સોવેતોથી
પાછા આવતા જોહાનીસબર્ગના ધબકતા વિસ્તાર જેવા બસ અને મેટ્રો સ્ટેશન પાસે માનવ અને
સોલોમન પર હુમલો થયો અને બંને લુટાઈ ગયા. બધી જ વસ્તુઓ ચોરી ગઈ. માનવના તો ચશ્માં
પણ છ ફૂટના હબ્સીના મુક્કાથી ફંગોળાઈ ગયા. હાથરૂમાલથી લોહી રોકતા રોકતા અજાણ્યા
ટેક્ષી ડ્રાઈવરને વિંનતી કરી એટલે એ ભાંગ્ય તૂટ્યા ઇંગ્લીશમાં ખીજાતો ખીજાતો ખુબ
વધારે પૈસાની શરતે પ્રિટોરિયા એમની હોટેલે મૂકી ગયો. ફર્સ્ટ-એઇડ કરી. લોહી બંધ થઇ
ગયું હતું પણ મન અને હ્રદય સાવ થથરી ગયા હતા. યજમાન સાથીદારોને ફોન કરી બોલાવ્યા.
oh my god, you are so lucky’, યજમાન ડેવિડે આવીને માનવ અને સોલોમનને જોઇને કીધું.
‘આટલું બધું વાગ્યું છે, બધું લુટાઈ ગયું છે અને આ બીજો કાળીયો કહે છે હું બહુ
નસીબદાર છું!!’, માનવને ગુસ્સો આવ્યો. હજુ કૈક પૂછે એ પહેલા ડેવિડે એનું કથન પૂરું
કર્યું. ‘I am so happy you are back alive’. માનવનો ગુસ્સો ઉડી ગયો ને સ્તબ્ધ
થઈને બાકીની વાત સાંભળી તો સમજાયું કે જોહાનીસ્બર્ગમાં થતા આવા હુમલાઓમાં મોટે
ભાગે હુમલાખોરો માણસોને મારી જ નાખે; આવી રીતે લૂટીને છોડી ના દે. જીવનમાં પહેલી
વાર માનવને vulnerability, fragility, humilated, helpless, ડર, ચિંતા જેવા શબ્દોનો
અર્થ લાગણીઓના સ્તરે અનુભવાયા. અંતરના ઊંડા સ્તરે એવી અસર થઇ હતી કે એક અઠવાડિયામાં
માંડ સેટ થયેલો ટાઇમ-ઝોન પણ ઇન્ડિયન થઇ ગયો હતો અને બાકીનું આખું અઠવાડિયું માનવ ૭
વાગ્યાને બદલે ૩:૩૦ વાગે ઉઠેલો.


----***---


બે વરસ પહેલા અનુભવાયેલી એ બધી જ લાગણીઓ આજે એવાજ વાતાવરણમાં
ફરી જીવંત થઇ ગઈ અને માનવના ધબકારા તેજ થઇ ગયા. બંધ આખે એ મનોમન પ્રાર્થના કરવા
માંડ્યો કે આ જગ્યામાંથી હેમખેમ તરત નીકળી જાય. ત્યાં જ બાજુની સીટમાંથી હનીફનો અવાજ
આવ્યો, ‘સાયબ, આ જાંબુર ગામ. અહી ગ્યરમાં સીદી બાદશા રે ને એનું ગામ. મારી બૈરી ય
સાયબ સીદણ જ સે, અમારા લવ મેરેજ સે સાયબ. આપડે મારા ફૂવા સસરાને ત્યાં ક્યારેક
આવશું અહી નિરાતે!!!’





સમય-સમુદ્રમાં ઊંડે ઉતરેલો માનવ ગીરના રહેતા માલધારીના કામને લગતા વર્તમાનમાં પાછો આવ્યો અને દાદુ
મકરાણીના આ વંશજને મલકાતા મોઢે જોતો જ રહી ગયો.


---***---


Comments

Post a Comment

Popular posts from this blog

Review - Akoopar

As I leave IIPHG

Thoughts on teaching and learning about Gender and Health