Posts

Showing posts from June, 2016

Memoir : એના હૃદયકુંજમાં રામ

This is a short memoir of my uncle who played a very important role in shaping me. I love him!! ________________________________ કમળાબેન નામે માતા અને ભૂપતરાય પિતાના આઠ સંતાનોમાં સાતમું બાળક ૧૪ જુન ૧૯૪૬ જેઠ મહિનાની પૂનમના દિવસે જનમ્યું. આ બાળક એટલે અશ્વિનકુમાર ત્રિવેદી. એમનો સ્વર્ગવાસ લગભગ સીતેર વર્ષની વયે તા. ૨૧ મે ૨૦૧૬ એટલે વૈશાખ મહિનાની પૂનમે થયો. માતા કમળાબાને એણે છ-આઠ વર્ષની ઉમરે જ ગુમાવી દીધેલા. પણ, જતાં પહેલા માએ એને જીવનનો ઉદેશ્ય આપી દીધેલો: ‘હું ના હોય ત્યારે રામ-સીતા તને રાખશે. તું એમને ભજજે’. માની આ સલાહ નાના અશ્વિનના મનમાં કોતરાઈ ગઈ અને અડધું જીવન રામના દર્શન થાય એના પ્રયત્નોમાં અને બાકીનું રામને ભજવામાં કાઢી નાખ્યું. રામ-ભક્ત હનુમાનની જેમ આજીવન અવિવાહિત રહ્યા. ભગવાન ભજવા હતા એટલે લગ્ન ન કર્યા પણ સંસારી રહ્યા. ભાઈ તરીકે, કાકા તરીકે, મામા તરીકેના વિવિધ કીરદારો આજીવન પોતાની નિષ્ઠાથી અને ક્ષમતાથી ભજવતા રહ્યા. કુટુંબના સગપણથી મળેલા સગાઓ ઉપરાંત એમનો એક અહમ પરિવાર એટલે એમનો દાદુ પરિવાર. દાદુ એટલે લેફ્ટનન્ટ કર્નલ સી.સી. બક્ષી. અને અશ્વિનભાઈ ની શ્રદ્ધા મુજબ કહીએ તો પ.પૂ.બક્ષીદાદા. ...