Story : Garbo!







ઓફિસમાં
જૂની
CD
ફંફોળતા હાથમાં લાગેલી ધૂળને પ્રથમના નાક સુધી પહોચતાં
વાર ન લાગી. વહેતા નાકે, છીંકતા છીંકતા શુક્રવારની મોડી સાંજે એ
ઘરે
પહોંચ્યો.
મોટા શહેરમાં વરસના આ નવ દિવસો આમેય આકરા
હોય છે. ગરબાના શોખીન લોકોને
ગરબા રમવાને લીધે, અને પ્રથમ જેવા જેમને શોખ ના હોય તેમને સોસાયટીમાં જોરથી
વાગતા
ગરબાને લીધે નવ દિવસ ઊંઘ ઓછી રહેવાની અને થાક વધારે રહેવાનો. આ ઉપર
ખરાબ
થયેલા નાકને લીધે પ્રથમને સવાયો થાક લાગેલ. પણ
, પોતાના નાના કુટુંબએટલે
નાની દીકરી - સંખ્યા -
  અને
પત્ની - સૌમ્યા, સાથે લોંગ ડ્રાઈવ કરીને
પોતાની મમ્મીને મળવા જવાનો આનદ હતો એટલે
થાક મેનેજ થતો ગયો. આખા અઠવાડિયાના
થાક અને બે દિવસના મનગમતા આરામ વચ્ચે બસ
શુક્રવારની રાત જ હતી. દીકરીને
રખડવાનો આનંદ હતો, સૌમ્યાને
ખુશી હતી કે એકવાર કુટુંબના ગરબાના દર્શન થશે, અને પ્રથમને
દિવાળી પહેલા નવરાત્રીમાં મમ્મીને એકવાર
મળી લેવાની ઇચ્છા હતી. 



મોટા શહેરમાં કામ માટે રહેતો પ્રથમ બસો કિલોમીટર દુરના નાના શહેરમાં રહેતા મમ્મીના ઘરે ખાસ કરીને વાર-તહેવારે આવતો જતો. બીજા
શહેરમાં પત્ની અને બાળક સાથે રહેતા ભલે હોઈએ, પણ જ્યાં સુધી મમ્મી-પપ્પા
જીવતા
હોય ત્યાં સુધી તે મકાન જ ઘર લાગે. અને, મન થયા કરે કે ટાઈમે ટાઈમે જઈને મા-બાપને મળીએ. ખાસ કરીને તહેવારો એમની સાથે વિતાવીએ.
 કામ ને લઈને બીજા તહેવારો ક્યારેક ચુકી જવાતા પણ
પ્રથમ વર્ષોથી દિવાળીનો તહેવાર પરિવાર સાથે અચૂક મા-બાપને ત્યાં જ વિતાવતો. તેમની સાથે મોટો તહેવાર ઉજવવાની ખુશી તો
હોય જ પણ સાથેસાથે ડર પણ હોય કે કદાચ આવતી દિવાળીએ ઘરડા મા-બાપ સાથે નાં પણ હોય.
થોડા
વર્ષો પહેલાની આવી જ કોઈ દિવાળી હતી જયારે પ્રથમના પપ્પા સાથે હતા. અને, ત્યાર પછીની
બધી જ દિવાળી ખાલી મમ્મી જ સાથે હતા. 





પણ,
પ્રથમની જીંદગીમાં
પહેલી વખત આ દિવાળી મમ્મીની સાથે પણ નહિ હોય. સમય સાથે
તહેવારોની ઉજવણી બદલાતી ગઈ. થોડા વર્ષોથી
જાણે કુટુંબ સાથે ઉજવાતા તહેવાર
પર ફટાકડાનો ધુમાડો છવાય જતો હોય તેમ
લાગતું અને નાક તો નબળું થઇ જ ગયું
હતું. એટલે, થોડા સમયથી ખાસ કરીને ધૂળ-ધુમાડા વાળા
તહેવારે આ નાના શહેરના
મમ્મીવાળા ઘરથી અંતર વધતું જતું હોય તેમ
લાગ્યા કરતું. પપ્પાના અવસાન પછી તો પ્રથમને ખાસ એવું રહેતું કે મમ્મી સાથે એમના
ઘરે જ  દિવાળી ઉજવવી પણ આ વધતા ફટાકડા અને
નબળું પડતું જતું નાક! કચવાતા મને પ્રથમે
નક્કી કર્યું કે આ દિવાળીમાં ફરવા જતા
રહેવું અને એટલે જ જીવનની ચાલીસમી
દિવાળી ફટાકડા, ઘર અને મમ્મીથી દુર હશે. પણ, એ પહેલા "દિવાળી નહિ તો નવરાત્રી" એમ
વિચારીને મમ્મીને અને ગરબાવાળી
માને મળવા જવાનું નક્કી કરેલ, આ શની-રવિની રજામાં. 







નવરાત્રી એટલે ગરબા રમવા, ગાવાની સાથે સાથે
પરંપરા પાળવાનો સમય પણ ખરો. હવે વાત જયારે પરંપરાની આવે ત્યારે બે પેઢીના મતભેદની
વાત પણ આવવાની જ. આ વાર-તહેવારે ઘરની પરંપરા અને નિયમો ઉભરીને સામે આવે. આ પરંપરા
જેને કર અથવા નિયમો કહેવાય તેની વિગતો પેઢી દર પેઢી મૌખિક સુચના દ્વારા જ આગળ વધતી
હોય. આવા નિયમોનું અર્થઘટન પણ પેઢીએ પેઢીએ બદલાતું હોય. દરેક પેઢીને આગલી પેઢીનું
અર્થઘટન અતાર્કિક લાગતું હોય અને સમયાંતરે તેમાં ક્ષમતા અને સગવડ મુજબના ફેરફારો
કરીને નવી પેઢીને પરંપરાનું નવું વર્ઝન જૂની પરંપરાના નામે જ સમજાવાતું હોય.  પ્રથમની અને તેની મમ્મીની વચ્ચે પણ ઘણા મતભેદ
રહેતા. અને બંને પેઢી એ થોડુંઘણું જતું કરીને સગપણ અને સંબંધ બંને સાચવ્યા કર્યા
છે.





બધું જ ઠીકઠાક હતું અને શનિવારે સવારે નીકળવાની તૈયારી જ કરતા
હતા ને  પ્રથમની મમ્મી નો ફોન આવ્યો, ‘જુઓ, ઘરે ગરબો છે, અને નોરતા રહેવાના છે. કર સાચવવાના હોય એટલે, જો સૌમ્યાનો હાથ ચોખ્ખો ના હોય તો ઘરે ના આવતા’.
સંખ્યા અને સૌમ્યા બંને તૈયાર હતા અને પ્રથમને આ ચેતવણી મળી. પ્રથમે પોતાની દીકરી
અને તેની મમ્મી સામે જોયું અને પોતાની મમ્મીએ ફોન પર કહેલી વાત વિષે વિચારતા જ તે
અંદરથી ખળભળી ગયો. તેનું મન ઉકળી ઉઠ્યુ, ‘આ તે કેવા નિયમો અને કેવું આ કર? કેવી આ
મમ્મી ને કેવું આ ઘર?’ શું ગરબાવાળી મા આવા નિયમો બનાવે કે આપણે જાતે આવા નિયમો
બનાવ્યા? ગરબો તો ગર્ભનું પ્રતિક છે. એજ ગર્ભ કે જેમાંથી માસિક આવે; કુદરતી રીતે
આવે અને નિયમિત રીતે આવે’. તો પછી, એના આવવાથી ગર્ભના પ્રતિક જેવો ગરબો અભડાઈ કેવી
રીતે જાય? ‘હાથ ચોખ્ખો ના હોય’ એ શું આભડછેટની સમજ છે કે સ્વચ્છતાની? જુના
જમાનામા સેનીટરી નેપકીન નો વપરાશ ના હતો અને એટલે સ્વચ્છતાના પરિમાણો અલગ હતા. તે
વખતે માસિક એટલે અસ્વચ્છ અને એટલે હાથ ચોખ્ખો નહિ રહેતો હોય. કદાચ એટલે જ,
માસિકવાળી સ્ત્રીઓ રસોડા અને મંદિરોથી દુર રહે તેવી વ્યવસ્થા હશે. પણ, આજે એ દસકાઓ
જૂની પ્રણાલી-વ્યવસ્થા- પરંપરાને અલગ રીતે નહિ જોવાની? કે પછી, માન્યતાઓને
સંસ્કારો તરીકે ચાલુ રાખવાના?  પ્રથમને
થયું કે આ તે કેવી પરિસ્થિતિ કે જેમાં ગરબાવલી માના નામે બનેલી પરંપરાને કારણે અને
ગર્ભને લગતી સાવ કુદરતી પ્રક્રિયાને લીધે પોતાની મા પોતાની દીકરીની માને લઈને ઘરે
જવા માટે શરતો મુકે છે.





આમ વિચારતાં અચાનક જ પ્રથમની છીકો ફરી શરુ થઇ ગઈ,
નાક ફરી વહેવા લાગ્યું, અને રાતના આરામથી જતો રહેલો થાક ફરી પાછો આવ્યો હોય એમ
લાગવા માંડ્યું.


**************


Comments

Popular posts from this blog

Review - Akoopar

As I leave IIPHG

Thoughts on teaching and learning about Gender and Health