Posts
Showing posts from April, 2015
Story : (Don't know why!)
- Get link
- X
- Other Apps
‘ખબર નહિ’ અનોખીનું મન અસમંજસમાં હતું. દિલના ધબકારા અને મનના વિચારોએ જાણે રેસ લગાવી હતી. મનને અને શરીરને એક વધારાનો ધક્કો મારીને એ બસમાં ચડી જ ગઈ. સ્ટેટ ટ્રાન્સપોર્ટની લોકલ બસમાં બેસવાનો આ અનુભવ ના જાણે કેટલા વર્ષે થયો. ધાંગધ્રા વાયા વિરમગામ. બસના કંડકટરને જ્યારે પૂછ્યું કે ‘ધાંગધ્રા પહોચતા કેટલો ટાઈમ થશે?’, તો જવાબ મળ્યો: ‘ખબર નહિ’. થાકેલી અને અટવાયેલી અનોખી થોડી વધારે ધૂંધવાઈ. ‘અરે, ખબર નહિ એટલે શું? તમે બસ ચલાવો છો, રોજે રોજ ચલાવો છો. કેમ કહો છો કે ખબર નહિ?’ ‘સ્પીડ બાંધેલી હોય, બેન. ટ્રાફિકનું કઈ કહેવાય નહિ. એટલે અંદાજ ના લાગે. તો’ય એમ સમજો ને કે વિરમગામથી આઠ પહેલા નહિ નીકળે. તમારે ક્યાં જવું છે? ‘ખબર નહિ’ અનોખી બારીની જગ્યા લઈને બસમાં બેઠી. ઘડિયાળમાં સવા પાંચ વાગ્યા અને બસ ચાલુ થઇ. કંડકટર પાસેથી વિરમગામની ટીકીટ લીધી. ‘કેમ, ધ્રાંગધ્રાનું પૂછતા’તા ને?’ કંડકટરના આશ્ચર્ય સાથેના સવાલને અનોખીએ સ્મિત સાથે અવગણી દીધો અને બારી બહાર નજર નાખીને વિચારમાં પડી ગઈ. અમદાવાદી સાંજના ટ્રાફિકને જેમ તેમ કરીને ફોસલાવતી બસ થોડી થોડી રફતારે આગળ ચાલી. અનોખીના મનની ગતિ પણ એ જ ધીમી રફતારે પાછળ ચાલ...