Monologue: Paradox (Gujarati)







ફર્નાન્ડો પાસોઆ. કેવું નામ છે નહિ? તમને એમ થયું ને કે આ
કોણ? અને હું મારી વાત આનાથી કે શરુ કરું છું? નહિ?? આ ભાઈ એક પોર્ટુગીઝ કવિ હતા.
ઘણી બીજીબધી વાતોની સાથે તેમણે એસી નેવું વર્ષો પહેલા એક બહુ મસ્ત વાત કરેલી. એમણે
કીધું હતું કે ‘“Life is full of paradoxes, as roses are of thorns”. એટલે કે, ‘ જીવન વિરોધાભાઓથી ભરપુર છે એવી જ રીતે જેમ
ગુલાબ કાંટાઓ થી. 









ફર્નાન્ડો પાસોઆની આ વાત જયારે મારા humanities ના પ્રોફેસર
કહેતા ત્યારે સાચે જ બહુ વિચિત્ર લાગતું. 
Paradox?? વિરોધાભાસ.?? Life was so much fun at that time and there was
nothing that was not fitting into the scheme. જેવી જીંદગી જીવવી હોય એવી જ તો
જીવતી હતી હું ત્યારે. અને હું વિચારતી કે 
આ સાલું વિરોધાભાસ એટલે શું? પણ, ચૌદ વરસ પહેલાની એ વાતો કદાચ આજે થોડી
થોડી સમજાતી હોય એમ લાગે છે. 













‘ના, ના!! હું કોઈ artsની
student નથી. ટેકનીકલ ફીલ્ડમાં છું. મેનેજેર લેવેલની પ્રોફાઈલ છે. સાત આકડાની
annual CTC છે. આઠ-દસ જણાની ટીમ એકલી handle કરું છું’.  આ તો અમારી કોલેજે technical knowledge સાથે થોડી સમાજની
સમજણ પણ આવે એટલે આવા ફીલોસોફી ને હ્યુંમાનીટી જેવા વિષયો રાખેલ. ત્યારે ટ્રેન્ડ
હતો એવો !! પણ,
એ દિવસોમા મારી જીંદગી તો સાવ અલગ જ હતી. Caring family, group of
friends, અને full on masti and fun. જે માંગું એ બધું જ મળતું હતું, અને ઘણું તો માંગ્યાં વગર
જ.  What the hell was paradox??













ત્યારે સાચે જ બહુ વિચિત્ર લાગતું, પણ આજે બેઠા બેઠા એ
paradox વાળી વાત યાદ આવી ગઈ. ૩૪ વર્ષની ઉંમર ને પાંચ વર્ષનું લગ્નજીવન. કેવા કેવા
ઉતાર ચઢાવ વાળી જીંદગી!!! તમે મારી દયા ખાવાની શરુ કરો તે પહેલા, let me clarify. No,
I am not among those cases you cried over in Satyamev Jayte. I am not an
oppressed woman કે જેને પતિ એ કે સાસરિયાઓએ ત્રાસ આપેલો હોય. દીકરા માટે થઈને
દીકરીઓના અબોર્શન કરાવવા પડ્યા હોય એવી મારી કહાની નથી. I don’t know how shall I describe my emotion – am I
frustratingly hopeful or hopefully frustrated!! કદાચ આને જ paradox કહેવાતો
હશે. 

















‘કોલેજ ટાઈમ તો
મસ્તીમાં જ ગયો પણ જોબ કરતા કરતા મને વિશાલ મળ્યો. સાથે કામ કરતા, હરતા ફરતા
ટ્યુનીંગ જામવા માંડ્યું. પહેલા મને એ ગમી ગયો અને પછી હું એને. We had all the time, all
the space and all the desire to feel ourselves. મને એની સાથે રહેવું ગમતું
હતું. I wanted to have him and have him fully. 
પણ, પેલી મર્યાદાની વાત!! કુટુંબના સંસ્કારો.  Why not ‘preserve it’ till marriage વાળા
romantic સિદ્ધાંતો!!! Oooff..શરુ શરૂમાં અમે પાસે તો હતા, પણ પુરેપુરા સાથે ના
હતા!!











એવું કહેવાય ને કે આકરા સમયમાં પોતાના માણસો વધુ નજીક આવે.  એ દિવસોમાં જ્યાં એક તરફ જોબ અને કેરીઅર
રિલેટેડ સ્ટ્રેસ વધતું જતું હતું તો બીજી બાજુ ઘરે કીધા પછી વિશાલ અને મારા બંનેના
પરિવારો અમારા સંબંધથી ખુશ ન હતા. અમારા અલગ અલગ casteના પરિવારોને convince  કરવાની struggle, actually brought us closer. 




We needed warmth, we needed security, and we needed love.  At the age of 25, we needed us. Under tremendous social
pressure, and amidst growing career responsibilities, we celebrated our
togetherness. To us, that was the most natural, most human response to the situation. મેરેજ થશે ત્યારે થશે પણ
અમે બંને હવે પૂરી રીતે એકબીજાની સાથે હતા. Of course, we were careful during and anxious after each
of those sessions!! બહુ જ નજાકત હતી એ સંબધમાં અને ખુબ સમજણ પણ હતી !!!! 




પણ હવે એમ
લાગે છે કે કાશ, ત્યારે છૂટ લઇ લીધી હોત તો?? But, we were responsible couple, you see!! A well protected
couple!!!











ચાર વર્ષ એમ જ નીકળી ગયા. એ ચારે ય વર્ષોમાં વિશાલ અને હું
સાથે જ હતા. સહવાસ તો હતો જ, શાંતિ અને ખુશી પણ હતી. જરૂર હતી તો બસ એક sanction
ની.  કુટુંબથી દૂર થઈને એક નવું કુટુંબ
ન’તું શરુ કરવું અમારે. અમારી ઈચ્છા હતી કે બંને
કુટુંબોની રાજીખુશીથી અને તેમની હાજરીમાં લગ્ન કરીએ. અને અમારા કુટુંબોને ‘સગા’ કે
જે વ્હાલા પણ ના હતા તેમની ય ફિકર હતી. ‘સમાજ શું કહેશે?’, ‘આપણા પરિવારમાં
inter-caste marriage’??’ વગેરે વગેરે.  




 “એક
બાજુ અડીયલ થઇ ગયેલા બે કુટુંબો ને બીજી બાજુ આકરી ચડાઈ વાળો careerનો પહાડ”.  Vishal and I were were
fighting our respective battles, both at home and at work.  મેં અને વિશાલે અમારા દરેક promotionને celebrate કર્યા. We also celebrated even slightest ‘yes’ from some of our family members in
those four years. 




આજે એમ થાય છે કે Each of those celebrations could have landed
me a child of my own, but alas, we were ‘responsibly protected’. અમે સાચવતા
હતા. Heart was all there wanting to move on to the
next stage of my life called motherhood, but the mind was playing its tricks. અંદરથી કઈક રોકી રાખતું’તું.  




અંતે, એ ચાર વરસની આંસુ અને આશાઓની લડાઈમાં
આશાની જીત થઇ. Finally, with full sanction of both families and with 10 lac per annum package for both
of us, Vishal and I got married five years ago. We were so happy to start a
celebration called life.
પરિવાર સાથે હતા, સારા એવા પૈસા હતા અને
હું મારા મનગમતા વિશાલ સાથે નવી જીંદગી શરુ કરી રહી હતી.
All my faculties then wanted to feel a women in me.
That woman wanted to be a mother.  Blissful and hopeful, we
moved on with life, this time protected only with family and financial
security!! 











Three years into marriage and we were still waiting. અમે
સાથે હતા. કોઈ પ્રોટેક્શન નો’તું. ખુબ પ્રેમ હતો અને અમને હવે ખરા દિલથી ઈચ્છા પણ
હતી. પણ, એ એક સમાચાર જેની આતુરતા થી રાહ હતી, that one news was eluding us month after another. Paradox
શું હોઈ શકે ને એ સમજાવા લાગ્યું હતું. 











નહિ કરો નહિ કરો કરીને જીવ ની જેમ બચાવીને રાખીએ, અને જયારે
જોઈએ ત્યારે હજાર વાર કરીને ય કઈ નહિ!!! There were times before marriage when,
despite having precautions, I would so anxiously wait and circle the date on
the calendar for ‘it’ to happen. An now!! Similar anxiety, similar circles on
similar calendars for ‘it’ to ‘not happen’!!!!  That is the paradox.  ઈ જ process, the same monthly friend, whose
arrival you like to ensure and welcome with sigh of relief, becomes like an
unwanted guest. એ જ સર્કલ કે જે ‘થેંક ગોડ, આ વખતે થઇ ગઈ’ સાથે લાગતા હોય તે ‘ઓહ
ગોડ, ફરીથી થઇ ગઈ’ સાથે લાગવા માંડ્યા. કેલેન્ડરની તારીખો પર લાગતા એ સર્કલોના
અર્થ બદલાય જાય ને, એ છે વિરોધાભાસ!. 











કેટકેટલા અજંપાભર્યા દિવસો કાઢ્યા હતા મેં ત્યારે, ને તે
છતાંય દુનિયાની સામે તો અલગ જ અંદાજ?!! ‘અરે, હમણાં થોડું હોય કંઈ?’ ‘‘Let’s see, as of now we are focusing on career and work
only’. ‘શું તમેય, હજી તો મારા પોતાના રમવા કરવવાના
દિવસો છે!’, ‘તમને તો ખબર છે ને કેટલી મોંઘવારી છે ? We will rather have have some savings and then think of a child’… અંદરના દુઃખને છુપાવવા હું
નિતનવા મહોરા પહેરવા લાગી હતી, અને મને એનું પણ પોતાનું દુઃખ હતું. The sadness of secret!!









બે વરસની પુરેપુરી અને ‘well-timed’ કોશિશ બાદ અને નહિ નહિ તો ય
બાર પંદર pregnancy tests ની પેલી સ્ટુપીડ સિંગલ લાઈનને મહિને મહિને  frustratingly જોયા પછી  અમે IVF નો સહારો લીધો.  Another
hope followed after two years of frustration… but alas, the cycle
continued. IVFનું cycle નહિ પણ frustration અને hope નું cycle.











મારું પહેલું IVF
cycle failure... I was devastated to learn that my three embryos
died in the dish.  In the dish, વિચારો તો ખરા?? જે વસ્તુ મારા પેટમાં ના ઉછરી શકી એ પેટની
બહાર પણ અહીં??!!   એ
બધી લાગણીઓ, એ છેક અંદરથી તૂટી જવું, એવું એવું દુખ કે જે સમજાવી પણ ના શકાય.. મને
લાગ્યું કે એ બધું હું નહિ જીરવી શકું...પણ, I survived all that.
માણસના મન ને હૃદયની સહનશીલતાનો પરચો સ્વાનુભવે મળ્યો. જીવન ચાલતું જ રહ્યું. IVF cycles ના એક પછી એક failure ની સાથે સાથે આશા અને આંસુઓના cycles પણ ચાલતા જ રહ્યા...











October 30, 2011. Nargis. The entire world was observing
the birth of 7th billion baby. એ તારીખ અને એ છોકરીનું નામ, બંને યાદ છે મને. એ
એટલા માટે કે જયારે એક તરફ હું TV પર વસ્તી નિયંત્રણ -  Population controlની debate જોતી હતી તો બીજી
બાજુ infertility clinicની એ જ waiting loungeમાં મારા પહેલા સંતાન માટે ત્રીજો
પ્રયત્ન કરી રહી હતી.  છે ને paradox?!!











Population control ની અને sex-selective abortions ની
રાડારાડી વચ્ચે મારા જેવા કેટલાય ઝીણા ઝીણા અવાજો રેલાય જાય છે. ગરીબના ઘરોમાં
ઉછરી નાં શકે એટલા સંતાનો હોય તો ઘણા ઘરોમાં દીકરો કે દીકરી એની choiceની મારામારી
હોય. અને હું?  હું તો પૈસેટકે સદ્ધર હોવા છતાંય
ભિખારી છું.  And beggars are not chooser. કંઇક
તો મળે!! બે શહેરોના ત્રણ ડોક્ટર, અને અત્યાર સુધીનું લગભગ બધું જ savings.  All these has gone in achieving something that I protected myself so much from all those years of our togetherness when I was so very
fertile, I guess!!











એ સમાજ, જેનો મને ક્યારેક ડર હતો, જે ડર કારણે લગ્ન પહેલા
ઈચ્છા હોવા છતાં હું ‘ધ્યાન’ રાખતી હતી, એ જ સમાજ આજે મારી infertility પર સવાલ
કરે છે.  So many people have so many views and I get
bombarded with all of that, almost everyday.  આખી જીંદગી Housewife રહેલા પેલા કાકી મારી careerને જવાબદાર
ગણાવે છે તો પેલા અપરિણીત મામા મને કર્મનો સિદ્ધાંત સમજાવીને introspection
કરવાનું કહે છે. મારા કુટુંબના અને સાસરિયાના એ જ લોકો, જેમણે ચાર ચાર વર્ષ સુધી
મને પરણવા માટે – અને કદાચ એટલે જ મા બનવા માટે - રાહ જોવડાવી, આજે મારી
પ્રેગ્નન્સીની દુઆ કરે છે. આ છે paradox!! 








મારી પોતાની friends કે જેની સાથે ખુલ્લા દિલે બધી જ વાતો
કરી છે તેઓ પણ ક્યારેક એવી વાતો કરે કે મને બહુ વિચિત્ર લાગે. ‘વિશાલનું શું
કહેવું છે?’, ‘તું એને તો ખુશ રાખે છે ને? બાળકની ઈચ્છા પાછળ પતિને ના ખોવાય. એની
જરૂરિયાતો નું શું ?’ અને મને એમ થાય કે, ‘અલી, હું ‘મારી’ વાત કરુ છું અત્યારે,
‘અમારી’ નહિ. વિશાલ છે અને important છે મારી life માં. પણ, પતિના કરતા થોડું
વધારે મહત્વ પોતાનું નહિ?!!! ‘મારી’ વાત ‘અમારી’ વાત કરતા ક્યારેક થોડા સમય પુરતી
પણ અલગ ના હોય શકે??















કોનો વાંક કાઢું? કોને કહું? હું દુઃખી છું ને એ લોકો પણ
દુઃખી છે. કોશિશ હું પણ કરું છું અને કોશિશ તેઓ પણ કરે જ છે ને !!















ચાર
વરસમાં આ ત્રીજા ડોક્ટર પાસે આઈ વી એફ ના મારા પાંચમાં attempt  માટે જવાની છું આજે.
મને મા બનવું છે – એક બાળક જોઈએ જ છે. પણ, મા બનવાની અવિરત
કોશિશો અને એમાં મળેલી અસફળતાઓથી હું ઘડાણી છું.  ધીમે ધીમે શરીર, મન, સંબંધો, બેંક બેલેન્સ આ
બધાની અલગ સમજ આવી.  જે આવવાનું છે, એ આવશે જ એવી ધીરજ આવી. પ્રાર્થના કર્યા વગર
પણ ઈશ્વર ઉપર પુરો ભરોસો રાખી શકું એવી શ્રદ્ધા આવી છે. 




આંસુ સાથે આશા, પ્રાર્થના વગરની શ્રદ્ધા. કેવા કેવા
વિરોધાભાસ, નહિ??













Life is indeed full of
paradoxes!!


Comments

Popular posts from this blog

Review - Akoopar

As I leave IIPHG

Thoughts on teaching and learning about Gender and Health