Review - Bey Yaar - બે યાર ફિલ્મ
ગુજરાતી ફિલ્મ હોય, અને એ પણ 'કેવી રીતે જઈશ ' જેવી લેન્ડમાર્ક ફિલ્મ પછીની તે જ પ્રોડક્શન હાઉસની અને એ જ ડિરેક્ટરની હોય, અને સૌથી મોટી વાત કે તેમાં એવા મિત્રો હોય કે જેની સાથે ખુબ સમય વિતાવ્યો હોય તો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો તો જવું જ જોઈને!! એટલે ૧૦ વાગ્યાના પહેલા શો જોયો અને ફિલ્મના અંતે ફિલ્મના કલાકારો અને કસબીઓને શો બાદ મળ્યા પછી મજા પડી. મજાની ફિલ્મ બનાવી છે. એક વખત જો સરખામણી ને સાઈડ પર મૂકી દઈએ તો ગુજરાતી ફિલ્મ જોયાનો અનેરો આનંદ આવે. સારા પાસાઓની વાત કરું તો ઘણા જ છે. વાર્તાની પરિકલ્પના સારી છે. છેલ્લા થોડા વર્ષોમાં અમદાવાદમાં બનેલી ઘટનાઓને ખુબ સહજતાથી વાર્તામા વણી લીધી છે. વાત તો અહી પણ સપનાઓની જ છે - અમેરિકાની નહિ તો 'આમ મિડલ ક્લાસના સાવ લોઅર છેડેથી મિડલ ક્લાસની મિડલ સુધી પહોચવાના સપનાની'. જેમ ફિલ્મમાં ચકો કે'છે ને એમ, 'ધોળકાથી ઓઢવ અને ઓઢવથી ખાડીયા પહોચેલા માણસના સેટેલાઇટ સુધી પહોચવાના સપનાની વાત'. ખુબ વધારે સંવાદો વાળી આ બોલકી ફિલ્મમાં અલગ અલગ ગુજરાતી બોલીની છાંટ ઉડીને આંખે વળગે છે - કાઠીયાવાડી, મેં'હાણી, પાટણ બાજુની અને ઓફ કોર્સ, અમદાવાદી બે યાર ...