Posts

Showing posts from March, 2013

મંટોની મીણબતીઓ

“અજ અખાં વારિસ શાહનુ, કીતો કબરા વીચ્ચો બોલ, તે આજ કિતાબેં ઇશ્ક્દા, કોઈ અગલા વરકા ફોલ ઇક રોઈ સી ધી પંજાબદી, તું લીખલીખ મારે વેણ, અજ લખાં ધીયાં રોન્દીયા, તેનું વારિસ શાહનુ કેણ” અમૃતા પ્રીતમ નામના કવીયેત્રીએ આ કવિતામાં એક ચીસ ભરી દીધી છે. સ્ત્રીઓની સંવેદનાની ચીસ. માણસ ને માણસાઈ દેખાડવાની ચીસ.   “હું આજે વારિસ શાહને કહું છું કે તું કબરમાંથી બોલ ને પ્રેમની વાર્તાનું કોઈ નવું પ્રકરણ ખોલ.  પંજાબની એક બેટી – હીર – જયારે રડી હતી તો તે આવી મોટી લાંબી હીરરાંજાની દાસ્તાન લખી નાખી હતી. આજે એજ પંજાબની લાખો દીકરીઓ રોઈ રહી છે ને તને પોકારી રહી છે.” ૧૯૪૭. આઝાદીનું વર્ષ. અને તેની સાથે સાથે માનવ ઇતિહાસના સૌથી મોટા માનવ સ્થળાંતર અને તેની સાથે અને તેના કારણે થયેલા હત્યાકાંડો, હુલ્લડો, અને અત્યાચારોનું વર્ષ. લગભગ દોઢ થી અઢી કરોડ લોકોએ એ આશાએ સરહદો પાર કરેલ કે તેઓ ‘ધાર્મિક બહુમતી’ વાળા વિસ્તારમાં સુરક્ષિત રહેશે. આમાંના લગભગ ૫ થી ૧૦ લાખ લોકોની હત્યા થઇ કે બીજા કારણોથી માર્યા ગયા. સૌથી કારમી પુકાર સ્ત્રીઓની હતી. ના હતો કોઈ ઉમરનો બાધ – ૧૩ લઈને ૬૩ વર્ષની સ્ત્રીઓ...લગભગ ૭૫ હજારથી ૧ લાખ સ્ત્રીઓનું અપહરણ ...