મધ્યાંતર: થીયેટરવાળાઓની વાત
Community of Outcasts: નાતબહાર કરેલાઓ ની જમાત
છેલ્લા બે મહિનાથી મારી રોજેરોજની સાંજ ૧૩ થી લઈને ૩૯ વર્ષના વીસ-પચીસ 'ઘેલાઓ' સાથે વીતે છે. કોઈ સ્કુલમાં ભણે છે, તો કોઈ સ્કુલ ચલાવે છે. કોઈ એન્જીનીયરીંગમાં છે, તો કોઈ લીટરેચરમાં માસ્ટર્સ કરે છે. કોઈક બી.એડ ભણે છે, તો પછી કોઈક સી.એ. છે. એક માર્કેટિંગ એક્સીક્યુટીવ છે તો બીજો રાત રાત કોલ સેન્ટરમાં કામ કરે છે. આ બધાંજ નાના-નાના વોક્ળાઓ, સાંજ પડે ને નટરાણી-નદીએ ઠલવાય અને પોતપોતાના શોખ ખાતરના બે-ત્રણ-ચાર કલાકો આનંદ-કિલ્લોલ અને સાચા અર્થમાં જ્ઞાન સાથે ગમ્મત કરતા કરતા વિતાવે. આ છે દર્પણ સંસ્થાનો ૨૦૧૨-૨૦૧૩નો થીયેટર વર્કશોપનો ક્લાસ.
ગાંઠના પૈસા કાઢીને, નીજી જિંદગીની રોજીંદી રફ્તારમાંથી નિયમિત રીતે સમય ફાળવીને આ લોકો ના જાણે આવતીકાલ માટે શું ગોતી રહ્યા છે! ના કોઈ પરીક્ષા છે, ના કોઈ સરકાર માન્ય ડીગ્રી; ના તો હાજરી જરૂરી છે કે ના કોઈ સ્પર્ધા-વિજેતાનું ઇનામ. તો'ય આ જોશીલાઓ અચૂક ત્યાં હોય જ, રોજ સાંજે. લાગલગાટ બે મહિનાથી ૨૬ જણાના આ ક્લાસમાં, ૨૦-૨૨ જણા તો હાજર હોય જ. મને થાય કે, એવું તો શું છે કે જે આવા અલગ-અલગ ઉંમરના, વિવિધ ફિલ્ડના લોકોને એક તાંતણે બાંધી રાખે છે?
એક ચિત્રકાર કે જે સારા ચિત્રો બનાવે જ છે, એક સંગીતકાર કે જેનું ગીટાર ખુબ સરસ વાગે જ છે એને રોજ રોજ અહી ડ્રામાક્લાસમાં શું કામ આવવું છે! એક વ્યક્તિ કે જે છેલ્લા ૧૭ વર્ષથી 'પ્લે-સ્કુલ' ચલાવે છે અને એક પબ્લિક હેલ્થ ફેકલ્ટી કે જે દસેક વરસથી જન-સ્વાસ્થ્યને લગતા વિષયો પર સંશોધનો કરે છે, તે ફરીને વિદ્યાર્થી બની તખ્તાની બારીકાઈ કેમ શીખવા માંગે! એવા વકીલો કે જેમણે કાયદાની આંટીઘૂંટીઓ ભણી લીધી હોય અને એવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે જેને પૈસા, ટેક્સ વગેરેને આત્મસાત કરેં હોય તે જીવનના એક તબક્કે બીજે ક્યાંય નહી ને કેમ થીયેટર શિખવા જ આવ્યા હશે? કેમ કોઈ આર્કિટેક્ચર ઈમારતોની ડીઝાઈન બનાવતા બનાવતા, સ્ટેજ ડીઝાઈનની બારીકીઓ શિખવા માંગતા હશે? એવું તો શું છે આ લોકોમાં? ઉન્માદ, શોખ, કૈક નવું કરતા રહેવાની ધગશ, કે પછી બીજું કઈ?
કે પછી, એવું તો આ તખ્તામાં, થીયેટરમાં શું છે??
જવાબ તમારાં આ જ લખાણમાં છે..
ReplyDeletewah.. this is life....true living....like a bird in sky.....no strings....
ReplyDeletewaah mayurbhai...
ReplyDeleteaa tatano kala no tatano chhe je apane badha ne jode chhe...vina koi svarth...n its so positive when we all together..i have this feeling deep in my heart that this journey wont end with workshop duration its definitely gonna last forever and we ll putting our best to let it last....
Lucky to be a part of it.