મધ્યાંતરની પેલે પાર
પ્રેક્ષક તરીકે મને નાટકોના ભવિષ્યની ચિંતા થાય છે. ધ્રુનાદ કામલે જેવા કલાકારે જો ફેસબુક પર એવી ચર્ચા કરવી પડે કે મને થિયેટર જોઈએ કે હું થિયેટરને તો વિચારવું પડે કે ક્યાં પ્રોબ્લેમ છે? અને એક પ્રેક્ષક તરીકે હું એનું શું કરી શકું? કલાકારો શું કરી શકે કે સરકાર શું કરી શકે કે પછી ‘સંસ્થાઓ’ શું કરી શકે એ મહત્વનું છે કે પણ એટલું જ મહત્વ એ વાત નું પણ છે કે હું પ્રેક્ષક તરીકે શું કરી શકું? શું મારી ફરજ બસો ચારસો રૂપિયાની ટીકીટ લઈને, નાટક જોઈને, રુંવાડા કે ભમ્મર ઉભી કરીને – ખુશ કે નાખુશ થઈને – પૂરી થઇ જાય કે પછી એનાથી આગળ જઈને કૈક વધારે કરી શકું કે જેનાથી જે લોકો આ કલાને જાળવી રાખવા પાંગરવામાં મદદ કરે છે તેમને પોતાના વર્તમાન કે ભવિષ્યની ચિંતા ના કરવી પડે. જો એમને આવી ચિંતા કરતા રહેવી પડશેને તો કદાચ થોડા દસકા પછી નવી પેઢીને ફક્ત ડીવીડી પર જ દેખાડી ને કેહવું પડશે કે, ;જો બેટા, નાટકો આવા હતા. એક દ્રષ્ટિએ આ આર્થિક પ્રશ્ન પણ છે – ઇકોનોમિક ક્વેશચન. ડીમાંડ અને સપ્લાય નો ખેલ છે. એક મત એવો થાય કે સારા નાટકોની ડીમાંડ જ ક્યાં છે કે એનો સપ્લાય હોય? સામે પક્ષે એવો પણ મત હોય કે સારા નાટકો આવ...