Posts

Showing posts from September, 2016

Story: વશ્વાસ હોય એને વશ્વ મળે

માનવે કાંસીયા નેસ રેલ્વે સ્ટેશનને લગતી વાતો અકૂપાર નવલકથા વાંચેલી અને પછી અકૂપાર નાટકમાં પણ જોયેલી. ગીરના માલધારીના કામ અંગે જૂનાગઢથી બાવાગાડીમાં આવતા આ નાનકડું સ્ટેશન જોયેલું અને આવ્યા પછી રોડે રોડે આવીને એક વાર છેવાડાના ઝોંકમા રહેતા માથુરદાદાની મુલાકાત પણ લીધેલી. આજે માનવ પહેલી વાર આ સ્ટેશને ઉતર્યો.   ગઈકાલે જન્માષ્ટમીના દિવસે સતત વરસતા વરસાદમા આખો દિવસ માલધારી અને એની ભેંસો સાથે જંગલ ખૂંદયા પછી માનવના ગોઠણમાં દુખાવો હતો એટલે સવારની ટ્રેનમાં બેસીને કાંસીયા જવું, ત્યાં બેસીને લખવું અને સાંજની ગાડીમાં પાછા આવવું એમ વિચાર્યું હતું.  વિસાવદર તરફ જતી ગાડીને આવજો કહીને એકલા થઇ ગયેલા સ્ટેશને માનવ થોડીવાર બેઠો રહ્યો અને પછી સ્ટેશન પરથી નેસમાં નજર નાખી તો એમ્બુલન્સ જેવું વાહન દેખાયું.   સ્ટેશનનો ઢોળાવ ઉતરીને શંકરના મંદિર પાસેથી આગળ વધ્યો તો સમજાણું કે બાજુના મોટા ગામડેથી નેસમાં રહેતા માલધારીઓને ઘર-આંગણે તબીબી સુવિધા પહોચાડવા માટેની મેડીકલ વાન હતી. જઈને ઓળખાણ આપી અને વાત કરી. ડોક્ટર, ડ્રાઈવર, નર્સ અને ફાર્માસીસ્ટ, અને લેબોરેટરી ટેકનીશિયન એમ પાંચ લોકોનો સ્ટાફ હતો. બધાએ સફેદ અપ્રો...